અમદાવાદમાં આજે સોનું વધુ રૂ. 1200 મોંઘુ થઈ નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. સોનાની કિંમત આજે રૂ. 1200 ઉછળી રૂ. 10,9200 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાની કિંમત રૂ. 2500 વધી છે. ગઈકાલે રૂ. 10800 પ્રતિ 10 ગ્રામ અને સોમવારે રૂ. 107400 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટીએ નોંધાયો હતો.
ચાંદી રેકોર્ડ સ્તરેથી 1000 રૂપિયા સસ્તી
સોના અને ચાંદીમાં મબલક તેજી જોવા મળી છે. સોના કરતાં પણ ચાંદીની રોકાણ ઉપરાંત ઔદ્યોગિક માગ વધતાં કિંમતમાં અનેકગણો વધારો નોંધાયો હતો. ગઈકાલે અમદાવાદમાં ચાંદી અત્યારસુધીની સર્વોચ્ચ સપાટી રૂ. 1,25,000 પ્રતિ કિગ્રાએ પહોંચી હતી. આ રેકોર્ડ સ્તરેથી આજે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં રૂ. 1000 સસ્તી થઈ હતી. આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ રૂ. 1,24,000 પ્રતિ કિગ્રા નોંધાયો હતો.
આર્થિક-રાજકીય પડકારો વચ્ચે સેફ હેવનમાં રોકાણ વધ્યું
આર્થિક અને રાજકીય પડકારો તેમજ આ મહિને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો થવાની અપેક્ષા સાથે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 3546.99 ડોલરની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે વેપાર તણાવ સર્જાયો છે. અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ તેમજ જીડીપી ગ્રોથમાં ઘટાડો થવાની ભીતિ વધી છે. વૈશ્વિક અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.



Leave a Comment