HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ભારત-અમેરિકા LPG સોદો: દેશની 10% જરૂરિયાત હવે US ગલ્ફ કોસ્ટ પૂરી કરશે

Avatar photo
Updated: 17-11-2025, 07.55 AM

Follow us:

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી કે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOCL, BPCL અને HPCLએ મળીને યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વર્ષ 2026 માટે 2.2 મિલિયન ટન (MTPA) LPG ઈમ્પોર્ટ કરવાની સંમતિ આપી છે. આ જથ્થો ભારતની કુલ LPG ઈમ્પોર્ટનો અંદાજે 10% ભાગ બરાબર છે.

આ કરાર અમેરિકાના LPG પ્રાઇસિંગ હબ મોન્ટ બેલ્વ્યૂ (Mont Belvieu) સાથે બેન્ચમાર્ક છે, જેનાથી ભાવ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને સ્થિરતા મળશે. ઓઇલ કંપનીઓની સંયુક્ત ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકન ઉત્પાદકો સાથે વાટાઘાટો કરી રહી હતી.

પુરીએ આ કરારને ‘ઐતિહાસિક શરૂઆત’ ગણાવીને કહ્યું કે ભારતની ઝડપથી વધતી LPG માંગને પુરવઠાના મજબૂત અને વૈવિધ્યસભર સ્રોતોની જરૂર છે. ‘ભારતના લોકોને સુરક્ષિત અને સસ્તું LPG આપવાના પ્રયાસમાં આ સોદો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે,’ તેમ પુરીએ જણાવ્યું.

  • ભારત માટે આ સોદો કેમ મહત્વનો?

ભારત દુનિયાનું બીજું સૌથી મોટું LPG ગ્રાહક દેશ છે. ઉજ્જવલા યોજનાના કારણે ઘરોમાં LPGનો વ્યાપ્ત ઉપયોગ વધી ગયો છે, જેના કારણે ઈમ્પોર્ટની જરૂરિયાત પણ વધતી ગઈ છે.

હાલમાં ભારત તેની 50%થી વધુ LPG આવશ્યકતાઓ પશ્ચિમ એશિયાથી કરે છે. યુએસ જેવા વિકલ્પ સ્રોતમાંથી મોટા પ્રમાણમાં પુરવઠો મેળવવાનો આ નિર્ણય માત્ર પરંપરાગત સપ્લાયર પરની નિર્ભરતા ઘટાડતો નથી,

પરંતુ વૈશ્વિક તંગી કે ભાવના ઉછાળા દરમિયાન દેશને રક્ષણ આપવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. ઊર્જા નિષ્ણાતોના મતે, અમેરિકાથી લાંબા ગાળાનો અને મોન્ટ બેલ્વ્યૂ બેન્ચમાર્ક કરાર ભાવ સ્થિરતા માટે ખાસ ઉપયોગી સાબિત થશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.