ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2016માં નોટબંધી (Demonetization) બાદ અમાન્ય થયેલી રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટોને બદલવા માટે નાગરિકોને એક છેલ્લી તક આપી છે.
- નોટ બદલવા નવા નિયમ
આ નોટ બદલવાની પ્રક્રિયા ખૂબ જ કડક શરતોને આધીન રહેશે. નોટ બદલવા માંગતા નાગરિકોએ પોતે આ નોટો શા માટે રાખી છે તેનું કાયદેસર અને માન્ય કારણ આરબીઆઈને આપવું પડશે.
- નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત
નોટ બદલવા માટે નાગરિકોએ પોતાના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે RBIની કચેરીઓનો સંપર્ક કરવો પડશે. આ નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત રાખવામાં આવ્યો છે.



Leave a Comment