HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

બેંક એકાઉન્ટ, આધાર, પેન્શન અને GST સહિતના નવા નિયમો આજથી લાગુ

Avatar photo
Updated: 01-11-2025, 05.48 AM

Follow us:

આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે, પણ મહિનાની શરૂઆતથી જ કેટલાક નવા ફેરફારો પણ થવા જય રહ્યા છે. દેશભરમાં ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. આ ફેરફારોની અસર તમારા બેંક ખાતા, પેન્શન, આધાર કાર્ડ, કર અને રોજિંદા વ્યવહારો પર પડશે. નિષ્ણાતો કહે છે કે આ ફેરફારોનો હેતુ ડિજિટલ વ્યવહારોને સુરક્ષિત બનાવવા, પેન્શન સિસ્ટમને સરળ બનાવવા અને નાણાકીય પારદર્શિતા વધારવાનો છે. જાણી લો કે કયા કયા નિયમોમાં બદલાવ આવ્યો છે અને તે સામાન્ય માણસ પર કેવી અસર કરશે?

  • આધાર કાર્ડ અપડેટ માટેના નવા નિયમો

આધાર કાર્ડ અપડેટ કરવાના નિયમો આજથી બદલાયા છે. 1 નવેમ્બરથી, UIDAIએ એક વર્ષ માટેના બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા માટે 125 રૂપિયા બાયોમેટ્રિક ફી માફ કરી દીધી છે. 5થી 15 વર્ષની વયના બાળકો હવે તેમના આધારમાં તેમની બાયોમેટ્રિક માહિતી અપડેટ કરી શકશે. જોકે, પુખ્ત વયના લોકો માટે આધાર અપડેટ કરવા માટે ફી લેવાશે. નામ, સરનામું અથવા મોબાઇલ નંબર બદલવા માટે 75 રૂપિયા અને ફિંગરપ્રિન્ટ/આઇરિસ સ્કેન અપડેટ માટે 125 રૂપિયા ફી લેવામાં આવશે. હવે તમે કોઈ પણ દસ્તાવેજો વિના તમારા આધારને અપડેટ કરી શકો છો, જેનાથી પ્રક્રિયા સરળ બનશે.

  • બેંક નોમિનેશનને લગતા નિયમો

બેંક નોમિનેશન નિયમો બદલાયા છે, જેનાથી ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળી છે. બેંક ગ્રાહકો હવે એક એકાઉન્ટ, લોકર અથવા સલામત કસ્ટડી આઇટમ માટે ફક્ત એકને બદલે ચાર લોકોને નોમિનેટ કરી શકે છે. ગ્રાહકો તેમની સંપત્તિનો હિસ્સો પણ સ્પષ્ટ કરી શકે છે કે તેઓ કયા નોમિનીને આપવા માંગે છે, જેનાથી તેમના પરિવાર માટે કટોકટીની સ્થિતિમાં ફંડ મેળવવાનું સરળ બને છે અને માલિકી અધિકારો અંગેના વિવાદો ટાળી શકાય છે. વધુમાં, નોમિનીને ઉમેરવા, બદલવા અથવા દૂર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ્ડ અને સરળ બનાવવામાં આવી છે.

  • GST સ્લેબના નિયમો

GST કાઉન્સિલના નિર્ણય મુજબ, 1 નવેમ્બરથી નવું ટેક્સ માળખું અમલમાં આવ્યું છે. અગાઉ, ચાર GST સ્લેબ હતા: 5%, 12%, 18% અને 28%. જોકે, હવે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ સરકારે વૈભવી અને હાનિકારક ઉત્પાદનો પર 40%નો નવો ખાસ GST સ્લેબ લાગુ કર્યો છે. આ ઓટોમોબાઈલ, દારૂ, તમાકુ, મોંઘા ગેજેટ્સ અને કેટલાક આયાતી ઉત્પાદનોને અસર કરશે. ઓછી કિંમતની આવશ્યક ચીજવસ્તુઓ પર 5% અને 18% GST દર રહેશે.

  • UPS યોજના માટે નવી સમયમર્યાદા

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજનામાં જોડાવાની અંતિમ તારીખ 30 નવેમ્બર, 2025 સુધી લંબાવી છે. અગાઉ, આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી. હાલમાં NPSમાં નોંધાયેલા કર્મચારીઓ જો ઇચ્છે તો તેમના એકાઉન્ટને નવી UPS યોજનામાં ટ્રાન્સફર કરી શકે છે. આ વર્ષે એપ્રિલમાં શરૂ કરાયેલ UPS,ગેરંટી સાથે પેન્શન રિટર્ન આપે છે.

  • પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટ જરૂરી

બધા નિવૃત્ત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં તેમનું વાર્ષિક લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું ફરજિયાત છે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન તમામ પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવામાં નિષ્ફળતાના પરિણામે ડિસેમ્બરથી પેન્શન ચુકવણી સ્થગિત થઈ શકે છે. જીવન પ્રમાણપત્ર બેંક શાખાની મુલાકાત લઈને અથવા ‘જીવન પ્રમાણ’ પોર્ટલ દ્વારા ડિજિટલી સબમિટ કરી શકાય છે.

  • બેંક લોકર ચાર્જમાં ફેરફાર

પંજાબ નેશનલ બેંકએ 1 નવેમ્બરથી તેના લોકર ચાર્જ માળખામાં સુધારો કર્યો છે જે આજથી અમલમાં આવશે. બેંક લોકર ફી હવે સાઇઝ અને કેટેગરીના આધારે નક્કી કરવામાં આવશે. બેંક ટૂંક સમયમાં એક સૂચના જારી કરશે, જે જારી કર્યાની તારીખથી 30 દિવસ પછી અમલમાં આવશે. બેંકિંગ નિષ્ણાતોના મતે, મેટ્રો શહેરોમાં લોકર ફી 10-15% વધી શકે છે.

  • SBI ક્રેડિટ કાર્ડ પર 1% વધારાની ફી

દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ફી લાગુ કરી છે. હવે, જો ગ્રાહકો થર્ડ પાર્ટી એપ્લિકેશનો જેમ કે Mobikwik, Cred,અથવા શાળાના સ્પેશિયલ પોર્ટલ દ્વારા શૈક્ષણિક સંસ્થા ફી ચૂકવે છે, તો તેમને વધારાની 1% ફી ચૂકવવી પડશે. વધુમાં, જો ગ્રાહકો તેમના વોલેટમાં રૂપિયા 1,000 થી વધુ રકમ લોડ કરે છે, તો તેમને 1% પ્રોસેસિંગ ચાર્જ પણ ચૂકવવો પડશે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.