છેલ્લા છ વર્ષોમાં ભારતમાં રોજગારનું પૂરેપૂરું ચિત્ર ઝડપથી બદલાયું છે. જ્યાં એક સમય યુવાનોનું સ્વપ્ન એક સ્થાયી સેલેરીવાળી નોકરી મેળવવાનું હતું, ત્યાં હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. લોકો નોકરી છોડીને પોતાનો વ્યવસાય, સર્વિસ અથવા પ્રોફેશન અપનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, FY18થી FY24 વચ્ચે ભારતમાં જેટલી પણ નવી નોકરીઓ સર્જાઈ, તેમાં સૌથી મોટો હિસ્સો સ્વરોજગારીનો રહ્યો. એટલે કે હવે લોકો બીજાઓ માટે કામ કરતાં પોતાના માટે કામ કરવાનું વધુ પસંદ કરે છે.
- સેલ્સ એમ્પ્લોયમેન્ટમાં ઉછાળો
રિપોર્ટ પ્રમાણે FY18માં દેશમાં 23.9 કરોડ લોકો સ્વરોજગારી કરતાં હતા, જ્યારે FY24 સુધીમાં આ સંખ્યા વધીને 35.8 કરોડ થઈ ગઈ. 7% વાર્ષિક CAGRની આ વૃદ્ધિ બાકીના બધા રોજગાર વર્ગોને પાછળ મૂકી સૌથી ઉપર છે. એ જ સમયગાળામાં સેલેરીવાળી નોકરીઓ 10.5 કરોડથી માત્ર 11.9 કરોડ થઈ, જેનો ગ્રોથ માત્ર 4.1% રહ્યો. કેઝ્યુઅલ લેબર જોબ્સમાં તો CAGR માત્ર 1.1% જેટલો ગ્રોથ જોવા મળ્યો.
- કામકાજી વસ્તી પણ વધી
રિપોર્ટ જણાવે છે કે, ભારતનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ FY18ના 53%થી વધીને FY24માં 64.3% થઈ ગયો છે. એટલે કે 15થી 59 વર્ષની વયના વધુ લોકો હવે રોજગાર શોધી રહ્યા છે અથવા કામ કરી રહ્યા છે. FY24 સુધીમાં ભારત પાસે કુલ 61.4 કરોડ લોકો રોજગારમાં હતા, જેમાંથી 54% નોન-ફાર્મ ક્ષેત્રમાં અને 46% કૃષિ ક્ષેત્રમાં હતા.
- મહિલાઓની ભાગીદારી
સૌથી આશ્ચર્યજનક ફેરફાર મહિલાઓની વધતી ભાગીદારી છે. FY24માં કુલ 15.5 કરોડ નવી નોકરીઓમાંમાંથી 10.3 કરોડ નોકરીઓ મહિલાઓને મળી. મહિલા રોજગારમાં વૃદ્ધિ પુરુષોની તુલનામાં લગભગ બે ગણી રહી. ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા ખૂબ મોટી જોવા મળી, જ્યાં 7.4 કરોડ મહિલાઓ કાર્યરત હતી.



Leave a Comment