ByteDanceનો ‘AI ફોન’ ચર્ચામાં: હાથ વગર માનવી જેમ કામ કરનારી ટેકનોલોજીનો ધમાકો

by

Thenewsdk

Updated: 08-12-2025, 07.02 AM

Follow us:

TikTokની પેરેન્ટ કંપની ByteDanceે એવો ‘AI ફોન’ રજૂ કર્યો છે, દુનિયામાં ક્રાંતિ લાવી શકે છે. આ ફોન યુઝરનો કોઈ પણ ટચ કર્યા વગર માનવી જેવી રીતે સ્ક્રીન કંટ્રોલ કરે છે. હાલમાં તેનો ડેમો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સ્માર્ટફોન કરશે માનવી જેવા કામ આ પ્રોટોટાઇપ AI ફોન માત્ર વોઈસ અસિસ્ટન્ટ નથી, પરંતુ કોઈ વ્યકિત મોબાઇલ ચલાવે તેમ સ્ક્રીનમાં એક-એક એક્શન કરે છે. ઘણા ટેક નિષ્ણાતો તેને ભવિષ્યની મોટી તક તરીકે જોતા હોય તો, કેટલાક તેને સંવેદનશીલ ડેટા માટે જોખમકારક પણ ગણાવી રહ્યા છે.

  • Doubao AI એજન્ટનું શક્તિશાળી ઈન્ટિગ્રેશન

ByteDanceએ પોતાનો Doubao AI એજન્ટ વિકસાવ્યો છે, જે: મોબાઇલની સ્ક્રીન વાંચી શકે છે.એપ્સ ખોલી શકે છે.ઑર્ડર પ્લેસ કરી શકે છે.કોલ-મેસેજ કરી શકે છે.ટિકિટ બુકિંગ પણ કરી શકે છે.આ બધું સંપૂર્ણ રીતે ઓટોમેટેડ ટચલેસ કંટ્રોલ દ્વારા થાય છે.

  • વાયરલ વીડિયો: હુકમ આપો અને ફોન પોતે જ કામ કરે

શેનઝેનના બિઝનેસમેન ટેલર ઓગનએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં AI ફોનને વોઈસ કમાંડ આપતા જ ફોન પોતાની સ્ક્રીનમાં સ્વતંત્ર રીતે ટાસ્ક્સ પૂર્ણ કરે છે. વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.

  • ફીચર્સમાં કાપ મૂકવાની તૈયારી

રિપોર્ટ્સ અનુસાર ByteDance AI ફોનની ક્ષમતાઓમાં થોડો ઘટાડો કરી શકે છે જેથી તે: સંવેદનશીલ ડેટા પ્રાઈવેટ માહિતી સુધી અનિયમિત ઍક્સેસ ન કરી શકે. હાલ તેને કોમર્શિયલ લોન્ચ અંગે કોઈ જાહેરાત કરાઈ નથી.

  • ZTE Nubia આધારિત કસ્ટમ એન્ડ્રોઈડ વર્ઝન

AI સિસ્ટમ હાલમાં ZTEની Nubia ડિવાઈસીસમાં ઇન્સ્ટોલ કરાઈ છે. તેમાં ByteDanceના લાર્જ લેંગ્વેજ મોડલ Doubao અને કસ્ટમ એન્ડ્રોઈડનું સંયોજન છે.

  • Siri–Alexa કરતા કેટલું જુદું?

Siri અથવા Google Assistant માત્ર કમાન્ડ વડે એપ ખોલે, પરંતુ આ AI ફોન એપની અંદરના એક્શન માનવી જેવી

રીતે પરફોર્મ કરે છે — એજ તેનો સૌથી મોટો USP છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.