ChatGPT: લોકો કરી રહ્યા છે AI સાથે આત્મહત્યાની વાતો

OpenAIના ChatGPTમાં લાખો યુઝર્સ આત્મહત્યા વિશે ચર્ચા કરી રહ્યા છે. આ માહિતી OpenAI દ્વારા જ જાહેર કરવામાં આવી હતી. OpenAIએ જણાવ્યું હતું કે લાખો યુઝર્સ AI સાથે માનસિક સ્વાસ્થ્ય અને માનસિક તણાવ વિશે ચર્ચા કરી રહ્યા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, દર અઠવાડિયે 800 મિલિયન યુઝર્સ ChatGPT પર આત્મહત્યા વિશે ચેટ કરે છે. તેઓ તેમની સમસ્યાઓ વિશે ચેટબોટ સાથે વાત કરે છે અને તેની પાસેથી સલાહ પણ લે છે. જોકે, આ સંખ્યા કુલ યુઝર્સના લગભગ 0.15 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.
- ChatGPT પ્રત્યે લોકોનું જોડાણ
કંપનીએ જણાવ્યું હતું કે આ સંખ્યાઓ અને પ્રશ્નો દર્શાવે છે કે લોકો ChatGPT પ્રત્યે કેટલા ભાવુક છે. જોકે કંપનીએ તે યુઝર્સને કયા જવાબો આપ્યા છે તે જાહેર કર્યું નથી. આ આંકડાઓ કુલ યુઝર્સની તુલનામાં ઓછા છે, પરંતુ તેમના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. આ માહિતી શેર કરતાં, કંપનીએ સમજાવ્યું કે તે આ પ્રકારની ચેટ્સ પર કામ કરી રહી છે.
- OpenAI મેન્ટલ હેલ્થ રિલેટડ જવાબો કઈ રીતે આપે છે?
OpenAIએ જણાવ્યું હતું કે તે લગભગ 170 માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે કામ કરી રહી છે. આ નિષ્ણાતો AI ચેટબોટને આત્મહત્યા સંબંધિત પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા અને તણાવ કેવી રીતે દૂર કરવો તે અંગે તાલીમ આપશે. OpenAI માને છે કે નવું મોડેલ પહેલા કરતાં વધુ અસરકારક હશે. તાજેતરમાં, માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ચેટબોટ્સની ભૂમિકા વિશે વિશ્વભરમાં ચર્ચા વધી રહી છે.



