- બનાવટી હુકમ આપી, ત્યારબાદ બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરી
- જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ગેરરીતિ આચરનારાઓ સામે કડક વલણ અપનાવ્યુ
- આરોપી સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલા જિલ્લા સેવા સદનના કમ્પ્યુટર ઓપરેટરની ગેરરીતિને કારણે સામાન્ય અરજદાર મહામૂલી જમીન ગેરકાયદેસર વેચાણ અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ગેરરીતિ આચરનારાઓ સામે કડક વલણ અપનાવ્યુ છે.
નાયબ મામલતદાર તથા કારકુનની બનાવટી સહી કરીને બનાવટી હુકમ તૈયાર કર્યો
આ ઘટના અંગેની વાત કરીએ તો કલેકટર કચેરી, મહીસાગર-લુણાવાડાની આર. ટી એસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટર તરીકે ફરજ બજાવતા અતુલ ભોઈ, જેઓ લુણાવાડા રહે છે અને તેમને નાયબ મામલતદાર તથા કારકુનની બનાવટી સહી કરીને બનાવટી હુકમ તૈયાર કર્યાનું ધ્યાન પર આવ્યું હતુ, જેની ગંભીરતાને ધ્યાને રાખી ત્વરીત તપાસ કરી હતી.
ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસ્પોઝ કરી અરજદારને આ બનાવટી હુકમ આપી દીધો
ત્યારે આ તપાસમાં હકીકત જાણવા મળી હતી કે નિયમિત ચાલતા આર.ટી.એસ કેસની જેમ જ પક્ષકારો માટેની મુદત કાઢી પક્ષકારોની સહી મેળવી અને ત્યારબાદ 73AAનું નિયંત્રણ હટાવતો અને ખોટી સહીથી બારોબાર હુકમ કરી દીધો અને ત્યારબાદ ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસ્પોઝ કરી અરજદારને આ બનાવટી હુકમ આપી દીધો હતો અને ત્યારબાદ બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરી હતી.
સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલિક પોલીસ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી
પરંતુ આ બાબતની જાણ લુણાવાડા મામલતદાર કચેરીમાં ઈ ધરા શાખાને હુકમમાં સહી ખોટી જણાતા ધ્યાને આવી હતી અને આ અંગે તાત્કાલિક કલેકટર કચેરીનું ધ્યાન દોરતા તેના અનુસંધાને રજીસ્ટર કોમ્પ્યુટર તથા શાખામાં સાધનિક કાગળોની ચકાસણી કરતા આ હુકમ બનાવટી અને ખોટો હોવાનું બહાર આવ્યુ અને કલેકટર કચેરી દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સબબ આઉટસોર્સ ઓપરેટર અતુલ ભોઈ સામે બનાવટી હુકમ કરવા તથા સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલિક પોલીસ ફરીયાદ નોંધી કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Source link