Gen-Z યુવાનોને ફસાવતી ફેક ઇન્ટર્નશિપ સ્કેમ, Cyber Dost I4Cએ આપ્યો એલર્ટ

by

Thenewsdk

Updated: 12-01-2026, 07.26 AM

Follow us:

ડિજિટલ યુગમાં કરિયર બનાવવા માટે ઇન્ટર્નશિપ મહત્વપૂર્ણ બની ગઈ છે. પરંતુ હવે આ જ જરૂરિયાતને હથિયાર બનાવી સાયબર સ્કેમર્સ Gen-Z અને યુવા વર્ગને ફેક ઇન્ટર્નશિપના નામે શિકાર બનાવી રહ્યા છે. આ અંગે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત Indian Cyber Crime Coordination Centre (I4C) સાથે જોડાયેલા Cyber Dost દ્વારા સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે.

Cyber Dost I4Cએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, ફેક કંપની, ફેક HR અને ખોટા ઓફર લેટર દ્વારા વિદ્યાર્થીઓને ફસાવવામાં આવી રહ્યા છે. કોલેજ સર્ટિફિકેટ અને કરિયરના દબાણનો ફાયદો ઉઠાવી સ્કેમર્સ ‘Easy Task’ અને ‘Easy Money’ જેવી લાલચ આપે છે.

ઇન્ટર્નશિપ સ્કેમ કેવી રીતે કામ કરે છે?

સાયબર ઠગો ફેક વેબસાઇટ બનાવે છે અથવા WhatsApp, Telegram, LinkedIn જેવા પ્લેટફોર્મ પર પોતાને HR તરીકે રજૂ કરે છે. શરૂઆતમાં ફ્રી ઇન્ટર્નશિપ અથવા ગેરંટી સર્ટિફિકેટનું વચન આપવામાં આવે છે. વિશ્વાસ જીત્યા બાદ રજીસ્ટ્રેશન ફી, કોર્સ ફી અથવા KYC વિગતો માંગવામાં આવે છે, જેના કારણે બેંક એકાઉન્ટ ખાલી થવા સુધીની ઘટનાઓ સામે આવી છે.

ઘણા કેસમાં આપેલું ઓફર લેટર માત્ર દેખાવ પૂરતું હોય છે. તેમાં ન તો સ્પષ્ટ રોલ હોય છે, ન તો સ્ટાઇપેન્ડ, મેન્ટર કે વાસ્તવિક પ્રોજેક્ટની માહિતી આપવામાં આવે છે.

ઇન્ટર્નશિપ સ્કેમથી કેવી રીતે બચશો?

Cyber Dost I4Cએ યુવાનોને સલાહ આપી છે કે, માત્ર ઓફિશિયલ અને રજિસ્ટર્ડ પોર્ટલ પરથી જ ઇન્ટર્નશિપ માટે અરજી કરો. ઓફર લેટરમાં રોલ, સમયગાળો, કામનું વર્ણન અને મેન્ટરની માહિતી સ્પષ્ટ હોવી જરૂરી છે. કોઈ પણ પ્રકારની ફી, KYC અથવા OTP માંગવામાં આવે તો તરત સાવચેત થવું જરૂરી છે.

ચેતન રહો, સુરક્ષિત રહો

I4Cનું કહેવું છે કે, થોડી સાવચેતી મોટી સાઇબર ઠગાઈથી બચાવી શકે છે. કોઈ શંકાસ્પદ ઓફર સામે આવે તો cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.