Badarpura Khodla Accident : ડીસા હાઈવે પર બાદરપુરા (ખોડલા) પાટિયા નજીક આજે સવારે ગંભીર અકસ્માત થયો હતો. ઇકો કાર (ક્રમાંક GJ 08 CC 7529)નું અચાનક નિયંત્રણ ગુમાતાં કાર સીધી ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગના ચકનાચૂર થઈ ગયા હતા.
બાદ હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં કારમાં સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ચાર વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં આસપાસના લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ત્રણ 108 એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.


Leave a Comment