NATIONAL

Delhi: અંતરિક્ષ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સમાં 1000 કરોડની ફાળવણી

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુરુવારે સ્પેસ સેક્ટરનાં વિકાસ માટે સ્થાપવામાં આવનાર સ્ટાર્ટ અપ્સ માટે રૂ. 1000 કરોડનાં વેન્ચર કેપિટલ ફંડને મંજૂરી આપવામાં આવી હતી. આને કારણે દેશમાં સ્પેસ સેક્ટરનાં 40 જેટલા સ્ટાર્ટ અપ્સને ફાયદો થશે અને આર્થિક ટેકો મળશે. આને કારણે ભારતમાં પ્રાઈવેટ સ્પેસ સેકટરનો ગ્રોથ શક્ય બનશે.

સ્પેસ ટેકનોલોજીમાં આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર પણ શક્ય બનશે. કેન્દ્ર સરકાર દેશની સ્વેદશી સ્પેસ કંપનીઓ તેની કામગીરી અને પ્રોજેકટ્સ ચાલુ રાખે અને આધુનિક વિકાસ માટે વધારાનું રોકાણ કરતી રહે તેમ ઈચ્છે છે. સરકારે સ્પેસ સેક્ટર માટે વેન્ચર કેપિટલ માટે જે ફંડની રચનાનો સંકેત આપ્યો છે તેની જાહેરાત કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી હતી. જેમાં 2025-26માં રૂ. 150 કરોડ અને તે પછીનાં 3 વર્ષમાં રૂ.250-250 કરોડ ફાળવવાનું તેમજ 2029-30માં રૂ. 100 કરોડની રકમ ફાળવવાનું નક્કી કર્યું છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કેન્દ્રનાં પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા કરાઈ હતી. સ્પેસ સેક્ટરનાં વેન્ચર કેપિટલ ફંડનું સંચાલન ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર દ્વારા કરવામાં આવશે જે સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ખાનગી કંપનીઓની કામગીરીને પ્રમોટ કરતી કંપની છે. તેની ઓફિસ અમદાવાદ અને ભોપાલમાં આવેલી છે. પીએમ મોદીએ 2022માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. શરૂઆતમાં રૂ. 10થી 60 કરોડ રોકવામાં આવશે. સ્થાપવામાં આવનાર કંપનીનાં દરજ્જાને ધ્યાનમાં રાખીને પછી રોકાણ તબક્કાવાર વધારવામાં આવશે. તેનાં ગ્રોથની સંભાવના તેમજ નેશનલ સ્પેસ ક્ષમતાને ધ્યાનમાં લઈને સ્ટાર્ટ અપ્સમાં તબક્કાવાર રોકાણ કરવામાં આવશે. ગ્રોથનાં તબક્કામાં રોકાણ રૂ. 30 કરોડનું અને ગ્રોથનાં છેલ્લા તબક્કામાં રૂ. 30થી 60 કરોડનું રોકાણ કરાશે.

પૂર્વોત્તર સુધી રેલવે કનેક્ટિવિટી વધશે

કેબિનેટની બેઠકમાં બિહાર તેમજ આંધ્ર પ્રદેશમાં બે રેલવે પ્રોજેટ્સ માટે રૂ. 6798 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ આંધ્ર પ્રદેશનાં 8 જિલ્લા તેમજ તેલંગણા અને બિહારમાં શરૂ કરાશે. આને કારણે રેલવેની માલવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. કનેક્ટિવિટી વધશે અને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે. રેલવેનો તેમજ રાજ્યનો સાતત્યપૂર્ણ વિકાસ શક્ય બનશે. આ પ્રોજેક્ટ્સ 5 વર્ષમાં પૂર્ણ કરાશે.ચાલુ વર્ષે રેલવે દિવાળી અને છઠના તહેવાર નિમિત્તે સાત હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

ગયા વર્ષે 4500 ટ્રેન દોડાવાઈ હતી. આ ઉપરાંત દરેક મોટા સ્ટેશને સ્પેશિયલ ટ્રેનો સાથે કેટલીક બોગી પણ રાખવામાં આવશે. જરૂર પડશે તો અત્યંત વ્યસ્ત રૂટ પર આ બોગીને એ ટ્રેનમાં જોડી દેવાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button