NATIONAL

Delhi: મોદી યૂક્રેનનાં વૉર ઝોનમાં લક્ઝરી ટ્રેન ‘રેલ ફોર્સ વન’માં પ્રવાસ કરશે

  • મોદીનો આ પ્રવાસ ભારતના શાંતિનાં પ્રણેતા અને યૂક્રેનના શક્તિશાળી સ્પિરિટનો સમન્વય દર્શાવે છે
  • મોદી પહેલાં આ ટ્રેનમાં યુએસ પ્રમુખ બાઈડેન તેમજ ફ્રાન્સનાં પ્રમુખ મેક્રોં પ્રવાસ કરી ચૂક્યા છે
  • 23મીએ યૂક્રેનનાં પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીને મળશે અને દ્વિપક્ષીય મંત્રણાઓ યોજશે

પીએમ મોદી 21મીથી પોલેન્ડ અને પછી યુદ્ધગ્રસ્ત યૂક્રેનની મુલાકાતે જવાનાં છે. તેઓ 21મીએ પોલેન્ડ પહોંચશે અને 22મીએ યૂક્રેન જવા રવાના થશે. તેઓ 23મીએ યૂક્રેનનાં પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીને મળશે અને દ્વિપક્ષીય મંત્રણાઓ યોજશે.

મોદીની યૂક્રેન મુલાકાતની ખાસ બાબત એ છે કે તેઓ વૉર ઝોનમાં એટલે કે યૂક્રેનમાં જવા માટે ત્યાંની લકઝરી ટ્રેન રેલ ફોર્સ વનમાં પ્રવાસ કરવાનાં છે. તેઓ આ સુવિધાઓથી ભરપૂર ટ્રેનમાં પ્રવાસ કરીને વિશ્વ નેતાઓની હરોળમાં જોડાશે. મોદી પહેલા આ ટ્રેનમાં યુએસ પ્રમુખ બાઈડેન તેમજ ફ્રાન્સનાં પ્રમુખ મેકોં અને જર્મનીનાં ચાન્સેલર સ્કોલ્ઝ પણ રોયલ પ્રવાસ કરી ચૂક્યા છે. મોદી જેવા મહાનુભાવ માટે હાઈ લેવલની સિક્યુરિટીની જરૂર પડે છે તે અંગેની તમામ સુવિધા આ ટ્રેનમાં છે. તેમની લક્ઝરી ટ્રેન 10 કલાક યૂક્રેનની યુદ્ધભુમિ પરથી પસાર થશે જ્યાં મોદીની હાઈ લેવલ સુરક્ષાનો તમામ પ્રબંધ કરવામાં આવ્યો છે. મહાનુભાવોની સુરક્ષા માટે આ ટ્રેન વર્લ્ડ ક્લાસ ગણાય છે. ટ્રેન ફોર્સ વન એક આકર્ષક નામ જ નથી તે આયર્ન ડિપ્લોમસી ધરાવે છે. આ શબ્દ યૂક્રેનની રેલવે કંપની ઉક્રઝાલિન્જિત્સિયાનાં સીઈઓ એલેકઝાન્ડર કામિશિન દ્વારા આપવામાં આવ્યું છે. રશિયાએ યૂક્રેન પર આક્રમણ કર્યું તે પછી યૂક્રેનનું એર સ્પેસ વિમાન દ્વારા પ્રવાસ કરવા માટે જોખમી બની ગયું છે. એરપોર્ટસ બંધ થવાથી અને રસ્તા દ્વારા પ્રવાસ જોખમી હોવાથી યૂક્રેનમાં ટ્રેન દ્વારા પ્રવાસનો વિકલ્પ ઘણો સુરક્ષિત ગણાય છે. આ ફક્ત ટ્રેન જ નથી તે વિશેષ રીતે ડીઝાઈન કરેલી એક સર્વિસ છે. મોદી કુલ 20 કલાક ટ્રેનમાં પ્રવાસ કરવાનાં છે જેમાં દરેક રૂટ પર 10-10 કલાકનો સમાવેશ થાય છે. તેમનો આ પ્રવાસ ઐતિહાસિક પુરવાર થવાનો છે. મોદીનો આ પ્રવાસ ભારતના શાંતિનાં પ્રણેતા અને યૂક્રેનનાં શક્તિશાળી સ્પિરિટનો સમન્વય દર્શાવે છે.

લક્ઝરી અને સુરક્ષાનો સમન્વય

યૂક્રેનની આ ટ્રેનમાં લકઝરી અને સુરક્ષાનો સમન્વય સાધવામાં આવ્યો છે. ટ્રેનનું ઈન્ટીરિયર અફલાતુન અને આકર્ષક છે. લાકડાની પેનલોથી સજ્જ કેબિન છે જેમાં એક્ઝીક્યુટિવ્ઝને જરૂરી તમામ સાધનો છે. મિટિંગ માટે લાંબા ટેબલ છે. આરામદાયક સોફા છે. વૉલ પર ટીવી છે અને આરામ કરવાની સુંદર વ્યવસ્થા છે. બાઈડેન દ્વારા યૂક્રેન જવા આ ટ્રેનમાં 20 કલાક મુસાફરી કરાઈ હતી તેઓ ટ્રેનની સુવિધાથી અભિભૂત થઈ ગયા હતા અને ટ્રેનનાં ક્રુ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ લક્ઝરી ટ્રેનને 2014માં ક્રિમિયા દ્વારા પ્રવાસીઓ માટે તૈયાર કરાઈ હતી. જો કે પછીથી વિશ્વનાં નેતાઓ તેમજ વીઆઈપીઓનાં પ્રવાસ માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પીએમ મોદી જ્યારે ટ્રેનમાં પહેલો પગ મુકશે ત્યારે તેઓ ગ્લોબલ રાજકારણનાં એક શક્તિશાળી મહાનુભાવ તરીકે ગૌરવભર્યું સ્થાન મેળવશે. રશિયા સાથેનાં યુદ્ધ પછી તેમાં ડીઝલ એન્જિન જોડવામાં આવ્યું છે જેથી પાવર ગ્રીડને નુકસાન થાય તો પણ ટ્રેન અટક્યા વિના ચાલતી રહે.

ડિપ્લોમસી અને સંતુલન

મોદીનો યૂક્રેન પ્રવાસ ડિપ્લોમસી કરતા રશિયા અને યૂક્રેન સાથે ભારતનાં સંબંધોમાં સંતુલન સાધવા માટે મહત્વની છે. તેઓ જુલાઈમાં રશિયા ગયા હતા અને પુતિનને મળ્યા હતા. હવે તેઓ 23મીએ યૂક્રેનમાં ઝેલેન્સ્કીને મળશે અને વિશ્વની સમસ્યાઓ સાથે યુદ્ધનાં અંત માટેની વાત કરશે. આખા વિશ્વની નજર તેમનાં યૂક્રેન પ્રવાસ પર ટકેલી છે. તેઓ યૂક્રેનમાં 7 કલાક ગાળશે. ઝેલેન્સ્કીને મળ્યા પછી આ જ ટ્રેનમાં પોલેન્ડ પાછા ફરશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button