લખનઉમાં એક દિલદહલાવી નાખતી ઘટના સામે આવી છે, જેમાં છઠ્ઠા ધોરણમાં ભણતો એક નાબાલિક વિદ્યાર્થી પોતાના પિતાના બેંક એકાઉન્ટમાંથી 13 લાખ રૂપિયા ઓનલાઈન ગેમ ફ્રી ફાયર (Free Fire)માં ખર્ચી નાખ્યા બાદ આપઘાત કરી લીધો.
આ રકમ તેના પિતાએ બે વર્ષ પહેલાં જમીન વેચીને ભવિષ્ય માટે બેંકમાં જમા કરાવી હતી. પિતા પેઈન્ટનું કામ કરતા હોવાથી આ પૈસા તેમના માટે જીવનભરની બચત સમાન હતા.
છોકરાએ માનસિક આઘાતમાં આવી જીવન ટૂંકાવ્યું
સોમવારે જ્યારે પિતા પાસબુક અપડેટ કરાવવા ગયા ત્યારે ખાતામાંથી રૂપિયા ગાયબ હોવાનું જાણી તેમને મોટો આંચકો લાગ્યો. તપાસમાં ખુલ્યું કે તમામ ટ્રાન્ઝેક્શન ફ્રી ફાયર ગેમ મારફતે થયા હતા.
પુત્રની આ હરકત સામે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ અને છોકરાએ માનસિક આઘાતમાં આવી પોતાનું જીવન સમાપ્ત કરી લીધું. આ બનાવે ફરી એકવાર માતા-પિતાને ચેતવણી આપી છે કે સ્માર્ટફોન અને બેંક એકાઉન્ટની સુરક્ષા માટે સાવચેતી અનિવાર્ય છે.
ઘણીવાર બાળકો મોબાઈલમાં વિડિયો જોવા કે ગેમ રમવા માટે માતા-પિતાનો ફોન વાપરે છે. આવી સ્થિતિમાં જો સાવચેતી ન રાખવામાં આવે તો આર્થિક નુકસાન થવાનું જોખમ વધી જાય છે.



Leave a Comment