Ludhiana encounter : દિલ્હી–અમૃતસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત લાડોવાલ ટોલ પ્લાઝા નજીક પોલીસ અને આતંકવાદી શંકાસ્પદો વચ્ચે એન્કાઉન્ટર નોંધાયું છે. લુધિયાણા પોલીસે એક દિવસ પહેલા જ હેન્ડ ગ્રેનેડ સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદોને પકડી પાડ્યા બાદ, સુરક્ષા એજન્સીઓએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા વધુ બે આતંકવાદીઓની હિલચાલ અંગે ઇનપુટ પ્રાપ્ત કર્યો હતો.
- આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ
લુધિયાણા પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ અગાઉ જ એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્યારબાદ મળેલી માહિતી અનુસાર, ISI ના ઇશારે સક્રિય રહેલા બે BKI શંકાસ્પદોની શોધખોળ માટે ઘેરાબંધી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં બંને શંકાસ્પદ ગંભીર રીતે ઘાયલ થયા હતા.



Leave a Comment