દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર ભારે વિસ્ફોટ થયો હતો. એક વાહનમાં વિસ્ફોટ થયો હોવાનું જણાવા મળી રહ્યો છે. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ પછી ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે.
આ વિસ્ફોટ લાલ કિલ્લાના ગેટ નંબર 1 પાસે થયો હતો. દિલ્હી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લાલ કિલ્લામાં ઘણીવાર ભીડ રહે છે. લાલ કિલ્લાની નજીક એક મોટું બજાર, ચાંદની ચોક, પણ લાલ કિલ્લાની નજીક આવેલું છે, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે.

- મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બની ઘટના
એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બની હતી. જેમાં 8 લોકોના મોતની વિગતો પણ સામે આવી છે.
વિસ્ફોટ બાદ ત્રણ કે ચાર અન્ય વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાસ્થળે પાંચ ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને સાંજે 7:05 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી.

- ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા
વિસ્ફોટ પછી કારમાં આગ લાગી ગઈ, જેના કારણે સાત કે આઠ અન્ય વાહનો પણ લપેટમાં આવી ગયા. વિસ્ફોટની તસવીરો ચિંતાજનક છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો. નજીકમાં પાર્ક કરેલા વાહનોના કાચ તૂટી ગયા.
વિસ્ફોટ સમયે મોટી ભીડ હતી. બે કે ત્રણ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કારમાં રહેલા CNGના કારણે વિસ્ફોટ થયો હતો કે અન્ય કોઈ કારણસર. ફાયર બ્રિગેડના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.



Leave a Comment