પાકિસ્તાનના કરાચી શહેરમાં દેશની આઝાદીની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી રહી હતી, આ દરમિયાન અઝીઝાબાદ સહિત અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં એક 8 વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિકનો સમાવેશ થાય છે.
અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટના
ગોળીબારની ઘટના લિયાકતાબાદ, કોરંગી, લ્યારી, મહમૂદાબાદ, અખ્તર કોલોની, કેમારી, જેક્સન, બલદિયા, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારો બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
શરીફાબાદ, ઉત્તર નાઝીમાબાદ, સુરજાની ટાઉન, ઝમાન ટાઉન અને લાંધી જેવા વિસ્તારો પણ આનાથી પ્રભાવિત થયા છે.
અચાનક ગોળીબારની ઘટનાથી અફરાતફરી સર્જાઈ ગઈ હતી. કોઈ કાઈ સમજે તે પહેલા જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો.



Leave a Comment