પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચીને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ખાસ પૂજા અને શિખર ધ્વજારોહણ કરશે. તેમનો કાર્યક્રમ સવારે 10 વાગ્યે સપ્ત મંદિરથી શરૂ થશે અને બપોરે 12 વાગ્યે રામલલા મંદિરના શિખર પર ભગવા ધ્વજ ફરકાવવામાં આવશે.
- PM નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના રામલલા મંદિર પહોંચવાના છે. તેમનો આ પ્રવાસ આધ્યાત્મિક રીતે પણ ખૂબ ખાસ છે, કારણ કે તેઓ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરશે અને બપોરે 12 વાગ્યે મંદિરના શિખર પર ભગવા ધ્વજ ફરકાવશે. આ ધ્વજારોહણ મંદિર નિર્માણની પૂર્ણતા અને એક વિશાળ સાંસ્કૃતિક ઉત્સવનું પ્રતિક માનવામાં આવે છે.
- સામાન્ય જનતા માટે પ્રવેશ બંધ
તેમનો કાર્યક્રમ સવારે લગભગ 10 વાગ્યે સપ્ત મંદિરથી શરૂ થશે. બપોરે બરાબર 12 વાગ્યે PM મોદી રામલલા મંદિરના શિખર પર ભગવા ધ્વજ ફરકાવશે. મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સાકેત યુનિવર્સિટી પહોંચશે. ત્યાંથી તેઓ વિશાળ રોડ શો દ્વારા રામ મંદિરે જશે. સુરક્ષા બહુ કડક રહેશે અને મંદિર પરિસરમાં પ્રવેશ માત્ર QR કોડ ધરાવતા આમંત્રિત મહેમાનોને જ મળશે. સામાન્ય જનતા માટે પ્રવેશ બંધ રહેશે.
- PM મોદી સાથે કોણ હાજર રહેશે?
રામ મંદિરના ધર્મધ્વજ સ્થાપના સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે RSS પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહેશે. રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના માટે વિવાહ પંચમીનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે.
- સમગ્ર કાર્યક્રમ ચાર કલાકનો હશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમગ્ર કાર્યક્રમ લગભગ ચાર કલાકનો હશે. સવારે 10 વાગ્યે સપ્તમંદિરથી દર્શન-પૂજનની શરૂઆત થશે. પછી શેષાવતાર અને માતા અન્નપૂર્ણા મંદિરે દર્શન કરશે. ત્યાર પછી રામ દરબારના ગર્ભગૃહમાં પૂજા થશે. બપોરે 12 વાગ્યે મંદિરના શિખર પર ભગવા ધ્વજ ફરકાવવામાં આવશે. પ્રધાનમંત્રી ભવ્ય રોડ શો બાદ સભાને સંબોધિત કરશે. બપોરે 2 વાગ્યા સુધી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થઈ જશે.



Leave a Comment