ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મઉ જિલ્લાની અત્યંત મહત્વની ઘોસી વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય સુધાકર સિંહનું 60 વર્ષની વયે નિધન થયું છે.
તેમને બે દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
- સમાજવાદી પાર્ટીએ આપી માહિતી
સમાજવાદી પાર્ટીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી. પાર્ટીએ ‘X’ પર લખ્યું,
“ઘોસી વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકર સિંહજીનું નિધન અત્યંત હૃદયવિદારક છે. તેમના અકાળે અવસાનથી તેમના પરિવાર, સમર્થકો અને સમાજવાદી પાર્ટીને અપૂર્ણીય ક્ષતિ થઈ છે.”



Leave a Comment