ધંધૂકા શહેર ખાતેથી હોમગાર્ડ જવાનોને બેસાડીને મહારાષ્ટ્રના નાસિક શહેરમાં વિધાનસભા ચૂંટણીના બંદોબસ્તમાં જતી સરકારી પોલીસ બસ અને ડમ્પર ફેદરા માર્ગ પર હરિપુરા પાટિયા પાસે સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે બસમાં સવાર તમામ હોમગાર્ડ જવાનોનો આબાદ બચાવ થયો હતો.
ધંધૂકા ખાતેથી હોમગાર્ડના 30 જવાનોને નાસિક ખાતે ચૂંટણી બંદોબસ્તમાં મુકેલ હોઈ સરકારી પોલીસ બસ દ્વારા તમામ જવાનો અમદાવાદ ખાતે જતા હતા. ત્યારે ફેદરા માર્ગ પર હરિપુરના પાટિયા નજીક સામેથી આવી રહેલ ડમ્પર સાથે જોરદાર ટક્કર થઈ હતી. જો કે સદનસીબે અકસ્માતમાં તમામ હોમગાર્ડ જવાનોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
Source link