થરાદ-ધાનેરામાં નગરપાલિકા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, ટ્રાફિક સમસ્યામાં ઘટાડો

by

Thenewsdk

Updated: 17-12-2025, 01.23 PM

Follow us:

ધાનેરા અને થરાદ શહેરમાં વાહનવ્યવહાર વધુ સુચારુ બને તે હેતુસર નગરપાલિકા અને પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

થરાદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ સમગ્ર કાર્યવાહી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

આ તરફ ધાનેરા નગરપાલિકા દ્વારા મંગળવારે શહેરમાં વાહનવ્યવહાર સરળ બનાવવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 8 લારી-ગલ્લા અને 2 શેડ દૂર કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી બાદ બજાર વિસ્તારમાં વાહનોની અવરજવર સરળ બની હતી અને સ્થાનિક નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો હતો. નગરપાલિકા તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા આવા પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.