Diethylene : કોલ્ડ્રિફ કફ સિરપનો ઉપયોગ બાળકોને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? જાણો શરીર પર તેની અસર

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં, કફ સિરપથી 11 બાળકો મૃત્યુ પામ્યા. આ બાળકો તાવ, શરદી અને ખાંસીથી પીડાતા હતા. રાહત આપવાને બદલે, ડૉક્ટરે તેમને એવી દવા લખી આપી જેનાથી તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ. પરિણામે કિડની ફેલ થઈ ગઈ અને 2 થી 5 વર્ષની વયના બાળકો મૃત્યુ પામ્યા. છિંદવાડા ટીમે શંકાસ્પદ સિરપ “કોલ્ડ્રિફ” સૂચવનારા બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રવીણ સોનીની ધરપકડ કરી છે.
ઝેરી રસાયણ ડાયેથિલિન ગ્લાયકોલ
નોંધનીય છે કે મૃતક બાળકો દ્વારા પીવામાં આવતી કફ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ નામનું ઝેરી રસાયણ હતું. આ સિરપના નમૂનાઓમાં 48.3% ડાયેથિલિન ગ્લાયકોલ હતું. ચેન્નઈની એક ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં સરકારી દવા વિશ્લેષક દ્વારા સિરપના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ડિરેક્ટોરેટે આ નમૂનાને “માનક ગુણવત્તા વગરનો” જાહેર કર્યો છે. આ ઘટના બાદ બાળરોગ નિષ્ણાતે સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલનો ઉપયોગ કરવાના જોખમો અને બાળકો પર તેની અસરો સમજાવી છે.
ડાયેથિલિન ગ્લાયકોલ શું છે?
ડાયેથિલિન ગ્લાયકોલ એક ઝેરી પદાર્થ છે જે પાણી જેવુ રંગહીન, ગંધહીન, ચીકણું અને મીઠું છે. તે મુખ્યત્વે યકૃતને અસર કરે છે અને તેનાથી કિડની ફેલ્યરનું જોખમ વધે છે. જોકે સામાન્ય રીતે તેનો ઉપયોગ કફ સિરપમાં થતો નથી. જો આ રસાયણનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે તો તે ગંભીર બેદરકારી દર્શાવે છે.
આ રસાયણ શરીર માટે કેમ હાનિકારક છે?
આપણે જે પણ ખાઈએ છીએ તે આપણા આંતરડામાંથી શોષાય છે અને પછી બ્લડ સર્ક્યુલેશન દ્વારા શરીરના અન્ય ભાગો સુધી પોંહચે છે. સામાન્ય રીતે, લિવર ડિટોક્સિફિકેશનનું કામ કરે છે, જ્યારે કિડની એલિમિનેશન કરે છે.
આ ઝેરી રસાયણો આંતરડા દ્વારા શોષાય છે અને પછી અન્ય અવયવો દ્વારા કિડની સુધી પહોંચે છે. જો કિડની આ ઝેરી પદાર્થોને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય, તો કિડની ફેલ્યર તથા યકૃત, મગજ અને હૃદય પર ખરાબ અસર થાય છે, જેના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
ડાયેથિલિન ગ્લાયકોલ શરીર પર શું અસર કરે છે?
જો તમે ડાયેથિલિન ગ્લાયકોલના ઉપયોગથી બચી જાઓ છો, તો પણ તમને લાંબા ગાળે ઘણી આડઅસરો થઈ શકે છે. ઇથિલિન ગ્લાયકોલ મગજ, યકૃત, કિડની અને ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. આ ઝેરી અસર મેટાબોલિક વિક્ષેપોનું કારણ બને છે, જેમાં મેટાબોલિક એસિડોસિસનો સમાવેશ થાય છે. આ વિક્ષેપો એટલા ગંભીર હોઈ શકે છે કે તેનાથી કિડની સંબંધિત વિવિધ રોગ પણ થઈ શકે છે.