IPL 2025નો વિવાદિત ખેલાડી દિગ્વેશ રાઠી હવે રાણા સાથે બાખડ્યો

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દિગ્વેશ રાઠી રનઅપ લે છે પરંતુ બોલ ફેંકતો નથી, જેનાથી નીતિશ ઈરિટેટ છે, જ્યારે રાઠી ફરીથી રનઅપ લે છે અને બોલિંગ કરવા આવે છે, ત્યારે આ વખતે નીતિશ પોતાની સ્થિતિથી દૂર ખસી જાય છે.
ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થાય છે. એ જ ઓવરમાં, નીતિશ રાણા સિક્સર ફટકારીને રાઠીને યોગ્ય જવાબ આપે છે. નીતિશ પોતાના અંદાજમાં ઉજવણી કરે છે જે રાઠીને પસંદ આવતું નથી અને બંને ખેલાડીઓ મેદાનમાં બાખડી પડે છે. ત્યારબાદ ખેલાડીઓ અને અમ્પાયર્સે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
બંને ખેલાડીને દંડ ફટકારવામાં આવ્યો
દિગ્વેશ રાઠીને અનુચ્છેદ 2.2 (લેવલ 2)ના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે નીતિશ રાણાને કલમ 2.6 (લેવલ 1)ના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
વેસ્ટ દિલ્હી લાયન્સે એલિમિનેટર મેચ 7 વિકેટથી જીતી
ઉલ્લેખનીય છે કે પ્રથમ બેટિંગ કરીને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 200 રન બનાવ્યા હતા. 201 રનના ટાર્ગેટનો પીછો કરતો વેસ્ટ દિલ્હીએ ફક્ત 17.1 ઓવરમાં પાર પાડ્યો હતો. નીતિશ રાણાએ 55 બોલમાં 8 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 134 રનની અણનમ ઈનિંગ રમી હતી.