ટેકનોલોજી

દિવાળી ઓફરના નામે થઈ રહ્યું છે મોટું સ્કેમ, જાણો તહેવારોમાં સાયબર ફોર્ડથી બચવાના ઉપાયો

દિવાળી પહેલા ઓનલાઈન ઓફરના નામે છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. દિવાળી જેવા તહેવારોમાં, સાયબર ગુનેગારો નકલી SMS, ઇમેઇલ વગેરે દ્વારા લોકોને નિશાન બનાવે છે. લોકો ઑફર્સ અને ડિસ્કાઉન્ટની આડમાં સરળતાથી તેમના જાળમાં ફસાઈ જાય છે.

સરકારે લોકોને સાયબર ક્રાઈમથી બચાવવા માટે ઘણી પહેલ પણ શરૂ કરી છે અને લોકોને તેનાથી બચવા માટે કેટલાક સૂચનો જણાવ્યા છે. જો તમે આ દિવાળીમાં ઓનલાઈન ફ્રોડથી બચવા માંગો છો, તો આ બાબતો ધ્યાનમાં રાખો.

સાયબર ફોર્ડથી બચવા આટલું કરો:

જાહેર Wi-Fiનો ઉપયોગ કરવાનું ટાળો.

અજાણ્યા નંબરો પરથી લિંક્સ ખોલશો નહીં.

ઓનલાઈન ખરીદી કરતી વખતે COD પસંદ કરો.

કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓફર તપાસો.

વોટ્સએપ, SMS અથવા ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલ ઈ-કાર્ડ અથવા ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.

કૉલ્સ કે મેસેજ દ્વારા તમારી વ્યક્તિગત કે બેંકિંગ માહિતી શેર કરશો નહીં.

સાચી વેબસાઇટ આ રીતે ઓળખો

હંમેશા ઓનલાઈન ખરીદી કરતી વખતે સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ શંકાસ્પદ લિંક ખોલવાનું ટાળો અને ઓફર ચકાસવાનું ટાળો. વપરાશકર્તાઓએ વેબસાઇટ્સના URL પણ તપાસવા જોઈએ. સુરક્ષા પ્રમાણપત્રો ધરાવતી વેબસાઇટ્સ હંમેશા https://થી શરૂ થાય છે. આ વેબસાઇટ્સમાં ‘s’નો અર્થ સુરક્ષિત છે. વધુમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલ કોઈ પણ ડિસ્કાઉન્ટ ઓફર લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો.

આ પદ્ધતિઓ ધ્યાનમાં રાખો

તમારા ફોન પર એન્ટીવાયરસ અથવા મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, જે તમને સ્કેમથી બચાવશે.

તમારા ફોન પર પેમેન્ટ એપ્લિકેશન માટે ટૂ-ફેક્ટર ઓથેંટિકેશનનો ઉપયોગ કરો.

UPI અથવા અન્ય એપ્લિકેશન્સમાં ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button