દેશ-વિદેશ

ECIનું મોટું પગલું મતદાર યાદીમાં ફેરફાર માટે હવે ‘ઈ-સાઈન’ ફરજિયાત

મતદાર યાદીમાંથી નામ કાઢવાના વિવાદને કારણે, કેન્દ્રના ચૂંટણી પંચે (ECI) નવી ટેકનિકલ સુવિધા શરૂ કરી છે. આ નિર્ણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા વિસ્તારમાં મોટાભાગના મતદારોના નામ હટાવવાના આરોપો ઉઠ્યા બાદ લેવામાં આવ્યો છે.

નવા ECINet પોર્ટલ અને એપ પર લોન્ચ થયેલી ‘ઈ-સાઈન’ સુવિધા હેઠળ, મતદારોએ રજિસ્ટ્રેશન, નામ કાઢવા અથવા સુધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે લિન્ક કરાયેલ ફોન નંબરના માધ્યમથી ઓળખ ચકાસણી કરવી પડશે.

અગાઉ અરજદારો વગર વેરિફિકેશન ફોર્મ જમા કરી શકતા હતા, જેના કારણે ઓળખના દુરૂપયોગનો જોખમ રહ્યો હતો.

કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ?

– નવી સિસ્ટમ શરૂ થયા બાદ, જ્યારે કોઈ વ્યક્તિ ECINet પોર્ટલ પર ફોર્મ 6 (નવા રજિસ્ટ્રેશન માટે), ફોર્મ 7 (નામ હટાવવા માટે), અથવા ફોર્મ 8 (સુધારા માટે) ભરે છે, ત્યારે તેને ‘ઈ-સાઈન’ની જરૂરિયાત પૂરી કરવી પડશે.

– પોર્ટલ અરજદારને ખાતરી કરાવશે કે મતદાર કાર્ડ અને આધાર કાર્ડ પર નામ સરખું છે અને આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે જોડાયેલું છે.

– ત્યારબાદ, અરજદારને એક બહારના ઈ-સાઈન પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તેને પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.

– આધાર નંબર દાખલ કર્યા બાદ, આધાર સાથે જોડાયેલા ફોન નંબર પર એક ‘આધાર OTP’ મોકલવામાં આવશે.

– OTP દાખલ કરીને અને સંમતિ આપ્યા બાદ જ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થશે, ત્યાર બાદ અરજદારને ફોર્મ જમા કરાવવા માટે પાછો ECINet પોર્ટલ પર મોકલવામાં આવશે.

– આ પ્રક્રિયા નકલી અરજીઓને રોકવામાં મદદ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button