મારું ગુજરાત

મહિલા તબિબને ડિજિટલ એરેસ્ટ કરી 19 કરોડ પડાવનાર વધુ આઠ આરોપીઓ ઝડપાયા

સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમના અનેક ગુનાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેમાં ડિજિટલ એરેસ્ટ અંગેના ગુનાઓનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો બનાવ ગાંધીનગરમાં સામે આવ્યો હતો.

આરોપીઓએ વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી 19 કરોડ પડાવ્યા હતાં. આ કેસમાં CID સાયબર સેલે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ કેસમાં વધુ આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

અત્યાર સુધી કુલ 9 આરોપીઓ ઝડપાયા

ગાંધીનગરમાં મહિલા તબિબને ડિજિટલ એરેસ્ટ કરીને 19 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે વધુ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ સેલ્ફ ચેકથી અલગ અલગ બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હતા.

રાજકોટ, જામનગર, અમરેલીથી રૂપિયા ઉપાડ્યા હતાં. અગાઉ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. અત્યાર સુધી કુલ 9 આરોપીઓ ઝડપાયા છે. તમામ આરોપીઓ જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના છે.

આ ગેંગે મહિલા પાસેથી 19.24 કરોડ પડાવ્યા હતાં

ગાંધીનગરમાં એક વૃદ્ધ મહિલા ડોક્ટરને ઈન્ટરનેશનલ અને ભારતની ગેંગ દ્વારા ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરાઈ હતી. તેને FEMA અને PMLA એક્ટ હેઠળ ઉઠાવી લેવાશે તેવા ધમકીભર્યા પત્રો મોકલાયા હતાં. આ મહિલાને તેના ફોનથી અપમાનજનક મેસેજ પોસ્ટ થાય છે તેમ કહીને ડરાવાઈ હતી.

મહિલાને એટલી હદે ડરાવવામાં આવી હતી કે, તેના ઘરમાં પડેલા દાગીના વેચીને આરોપીઓએ પૈસા પડાવ્યા હતાં. આરોપીઓએ મહિલાને તમામ પાસાઓ પર પાયમાલ કરી નાંખવા સુધી પૈસા પડાવ્યા હતાં.

શેર અને દાગીમહિલા તબિબને ડિજિટલ એરેસ્ટ કરી 19 કરોડ પડાવનાર વધુ આઠ આરોપીઓ ઝડપાયાના વેચાવ્યા, લોન લેવડાવી આમ 19 કરોડ રૂપિયા પડાવ્યા હતાં. આ સમગ્ર ઘટનામાં ગાંધીનગર CID સાયબર સેલે 35 જેટલા શખ્સો સામે 16 જુલાઈએ ગુનો નોંધ્યો હતો. આ ગેંગે મહિલા પાસેથી 19.24 કરોડ પડાવ્યા હતાં.

પોલીસે ઝડપેલા આઠ આરોપીઓ

– યશપાલસિંહ ભરતસિંહ ચૌહાણ – જામનગર

– નાઝ ઈબ્રાહમભાઈ રાઝસુમરા -રાજકોટ

– નિલેશ જમનભાઇ રાંક – રાજકોટ

– જયદેવ બંકેશભાઇ નિર્મલ – અમરેલી

– અમીર હૂસેન અનવરભાઇ માણેક -જામનગર

– શબિર હનીફભાઇ સંવટ -અમરેલી

– રસીદ રમજાન પઠાણ -અમરેલી

– ઇસ્માઇલ બચુભાઈ ખુંભીયા -જામનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button