ફિલ્મ સ્કાઇ ફોર્સની સફળતા તેના બોક્સ ઓફિસના આંકડા પરથી જોઇ શકાય છે. અક્ષય કુમારે મોટા ભાગની ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ આ એક સફળ ફિલ્મ સાબિત થઇ છે. 100 કરોડના ક્લબમાં સ્કાઇ ફોર્સની એંટ્રી બાદ પણ ખિલાડી કુમાર ચિંતામાં જોવા મળી રહ્યા છે. આ ચિંતા પાઠળનું કારણ શુ છે, તેના પર એક નજર કરીએ, ફિલ્મ સ્કાઇ ફોર્સ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સારા અલી ખાન અને નવોદિત અભિનેતા વીર પહાડિયા જોવા મળી રહ્યા છે.
“સ્કાઇફોર્સ” ફિલ્મની કમાણી અને બજેટ
9 ફ્લોપ ફિલ્મો બાદ અક્ષય કુમાર માટે વર્ષ 2025ની શરૂઆત સારી થઇ છે. કારણ કે આ સ્કાઇ ફોર્સ ફિલ્મની બંપર ઓપનિંગર જોવા મળી છે. આ ફિલ્મે શરૂઆતમાં જ 100 કરોડ કલ્બમાં પ્રવેશ મેળવ્યો છે. પરંતુ આ ફિલ્મ પર ખતરાની ઘંટી દેખાઇ રહી છે. કારણે હવે શાહિદ કપૂરની ફિલ્મ દેવા પણ થિયેટરમાં આવી ગઇ છે. અને જેના કારણે ફિલ્મની કમાણીમાં ખટાશ પેદા થઇ છે. જે કલેકેશન વધવું જોઇએ હવે એ કલેક્શન ઓછું થઇ રહ્યુ છે. “સ્કાઇફોર્સ” ફિલ્મનું બજેટ 160 કરોડને આસપાસ હતુ. ફિલ્મ રિલીઝ બાદ અઠવાડિયા સુધી માત્ર 59 ટકા જ ફિલ્મ કલેક્શન જોવા મળ્યુ છે. વિકેંડ પર કમાણી કરવુ એ ફિલ્મ માટે ખૂબ મહત્તવનું રહેશે. હમણા સુધી સાતમાં દિવસે ફિલ્મે 5 કરોડ 50 લાખની જ કમાણી થઇ છે. હાલ સુધી સ્કાઇફોર્સે દેશમાં 86.50 કરોડ રૂપિયા કમાવી લીધા છે. જો કે મેકર્સે 100 કરોડ વર્લ્ડવાઇડ કમાણી મુદ્દે જાહેરાત નથી કરી. અઠવાડિયા દરમિયાન માત્ર ત્રીજા દિવસે જ ફિલ્મ માટે દર્શકોએ વધુ પ્રેમ બતાવ્યો છે. ઓપનિંગ ડેમાં કલેક્શન 12.25 કરોડ પર પહોંચ્યુ હતુ તો બીજા દિવસે 22 કરોડની કમાણી આ ફિલ્મે કરી હતી. તો ત્રીજા દિવસે 28 કરોડ અને ચોથા દિવસે 7 કરોડની કમાણી સ્કાઇફોર્સ ફિલ્મના નામે રહી હતી.
“સ્કાઇફોર્સ” ફિલ્મ માટે ખતરાની ઘંટી ?
હાલ શાહિદ કપૂરની ફિલ્મ દેવા પણ થિયેટરમાં રિલીઝ થઇ છે. અને જેના કારણે ફિલ્મની કમાણીમાં ઉતાર જોઇ શકાય છે. જ્યા ફાયદો થવો જોઇતો હતો ત્યાં નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. જો શાહિદ કપૂરની ફિલ્મ દેવા લોકોને વધુ પસંદ પડશે તો ફિલ્મ સ્કાઇ ફોર્સ માટે 160 કરોડને પાર જવુ પણ મુશ્કેલ બનશે.
Source link