ફરહાન અખ્તર નિર્માતા અને અભિનેતા તરીકે ફિલ્મ જગતમાં જાણીતા છે, તેની ફિલ્મ “ભાગ મિલ્ખા ભાગ’ આજ પણ બાયોપિક ફિલ્મોમાં એક બેન્ચમાર્ક ફિલ્મ છે. હવે ફરહાન અખ્તર તેની આગામી બાયોપિક ફિલ્મ “120 બહાદુર’ માટે સતત ચર્ચામાં છે.
આ દેશભક્તિપૂર્ણ ફિલ્મ આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નિર્માતાઓએ હાલમાં “120 બહાદુર’ નું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેને દર્શકો તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે. તે 3,000 ચીની સૈનિકો અને 120 બહાદુર ભારતીય સૈનિકો વચ્ચેના સંઘર્ષની વાર્તા કહે છે.
- 120 ફિલ્મના ટ્રેલર વિશે
એક્સેલ મૂવીઝે તેની યુટ્યુબ ચેનલ પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. આ 2 મિનિટ 48 સેકન્ડના ટ્રેલરમાં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળી શકાય છે. તેઓ શરૂઆત કહે છે, “એવા દિવસો હતા જ્યારે ભારત ચીનને ફક્ત પોતાનો પાડોશી જ નહીં, પણ પોતાનો ભાઈ માનતો હતો.
પરંતુ 1962માં, અમને ખબર પડી કે ભાઈચારાની ભાવના બંને બાજુ અસ્તિત્વમાં નથી’. આ પછી વિશ્વાસઘાત ચીની હુમલાના પડઘા પડે છે, અને પછી ભારતીય સૈનિકો ઝડપથી જવાબ આપે છે’. અભિનેત્રી રાશિ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
- ક્યારે રીલીઝ થશે “120 બહાદુર’ ?
120 બહાદુરનું શૂટિંગ લદ્દાખમાં થયું હતું. આ ફિલ્મ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. રજનેશ ઘાઈ દ્વારા દિગ્દર્શિત, “120 બહાદુર” 21 નવેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે



Leave a Comment