શાહરુખ ખાન 2025 ફિલ્મફેર એવોર્ડ સમારોહને હોસ્ટ કરશે. શાહરુખ ખાનના 17ના લાંબા સમય બાદ આ એવોર્ડની યજમાની કરવા જઈ રહ્યો છે. તે પ્રતિષ્ઠિત એવોર્ડ શોની 70મી આવૃત્તિને હોસ્ટ કરશે, જેની સાથે મનીષ પોલ અને કરણ જોહર પણ હોસ્ટ તરીકે જોવા મળશે. એક્ટરે છેલ્લે 2008માં એવોર્ડ સમારોહનું હોસ્ટિંગ કર્યું હતું.
‘સુપરસ્ટાર, ધ આઇકોન… તમારું હૈયું હાથમાં રાખજો
ફિલ્મફેરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સમાચાર શેર કર્યા છે. પોસ્ટમાં લખ્યું છે કે, ‘સુપરસ્ટાર, ધ આઇકોન… તમારું હૈયું હાથમાં રાખજો કારણ કે એકમાત્ર શાહરુખ ખાન, ગુજરાત ટુરિઝમ સાથે, 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના EKA એરેના ખાતે યોજાનાર મોસ્ટ અવેટેડ 70મા હ્યુન્ડાઇ ફિલ્મફેર એવોર્ડ્સ 2025ને કો-હોસ્ટ કરવા જઈ રહ્યો છે.’
70મા વર્ષમાં ફરીથી હોસ્ટ તરીકે પાછા ફરવું મારા માટે ખૂબ જ ખાસ
એક રિપોર્ટ પ્રમાણે શાહરુખે 17 વર્ષના લાંબા ગાળા બાદ ફિલ્મફેર સ્ટેજ પર હોસ્ટ તરીકે પાછા ફરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘મેં પહેલી વાર બ્લેક લેડીને મારા હાથમાં પકડી ત્યારથી ફિલ્મફેર મારા હૃદયની ખૂબ નજીક છે. આ સફર પ્રેમ, સિનેમા અને જાદુથી ભરેલી છે.
70મા વર્ષમાં ફરીથી હોસ્ટ તરીકે પાછા ફરવું મારા માટે ખૂબ જ ખાસ છે. હું વચન આપું છું કે આ રાત હાસ્ય, યાદો અને ફિલ્મોની અદ્ભુત ઉજવણીથી ભરેલી રહેશે.’



Leave a Comment