લાખો-કરોડો દિલો પર રાજ કરનારા ૬૦-૭૦ના દાયકાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના પ્રશંસકો સતત તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.
- નજીકના મિત્રએ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું
અભિનેતાના નજીકના મિત્ર એ તબિયત અંગે અપડેટ આપતા જણાવ્યું છે કે “જ્યાં સુધી મને ખબર છે, તેમની તબિયત થોડા સમયથી સારી નહોતી અને આજે સવારે મને કોઈ નજીકનાએ જણાવ્યું કે દવાઓની અસર પણ તેમના પર થઈ રહી નથી.
” સૂત્રો મુજબ, ધર્મેન્દ્રની પત્ની પ્રકાશ કૌરથી તેમની બંને દીકરીઓ – અજીતા (જે અમેરિકામાં રહે છે) અને વિજેતા (જે લંડનમાં રહે છે) – ખરાબ તબિયતની ખબર સાંભળીને ત્યાંથી નીકળી ચૂકી છે.
- રૂટિન ચેકઅપ માટે થયા હતા દાખલ
આશરે ૧૦ દિવસ પહેલા અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે અભિનેતાની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા જણાવાયું હતું કે આ તેમનો રૂટિન ચેકઅપનો એક ભાગ છે, જે પહેલાથી જ પ્લાન કરવામાં આવ્યો હતો. તેમની પત્ની હેમા માલિનીએ પણ થોડા દિવસ પહેલા ઇશારામાં જવાબ આપ્યો હતો કે તેઓ હવે ઠીક છે.
- ધર્મેન્દ્ર નું અભિનય કરિયર
પોતાની કારકિર્દીમાં ધર્મેન્દ્રએ ઘણી એક્શન ફિલ્મો કરી છે. તેમને હિન્દી સિનેમાના હી-મેન કહેવામાં આવે છે. આ સિવાય, તેમણે ‘ચુપકે ચુપકે’ અને ‘યમલા પગલા દીવાના’ જેવી ઘણી કોમેડી ફિલ્મો પણ કરી છે. વર્ષ ૨૦૨૩માં તેઓ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યા હતા, જેમાં શબાના આઝમી સાથેના તેમના કિસિંગ સીનને લઈને ખૂબ ચર્ચા થઈ હતી.



Leave a Comment