Ahaan Panday viral statement : બોલિવૂડમાં આ વર્ષે ફિલ્મ ‘સૈયારા’ દ્વારા ડેબ્યુ કરનાર એક્ટર અહાન પાંડે અને એક્ટ્રેસ અનીત પડ્ડા તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ સુપરહિટ ફિલ્મના કારણે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ હતી કે બંને કલાકારો રિલેશનશિપમાં છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે તો સાનિયા મિર્ઝાના ટોક શોમાં તેમને બોલિવૂડનું આગામી “ઇટ કપલ” ગણાવ્યા હતા. જોકે, હવે અહાને આ અફવાઓ અને સંબંધોની ચર્ચાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.
- કેમેસ્ટ્રી રોમાન્સથી નહીં, કમફર્ટ અને સમજણથી બને છે
GQ ઇન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં જ્યારે અહાન પાંડેને સીધો સવાલ પૂછવામાં આવ્યો કે શું તે ખરેખર અનીત પડ્ડાને ડેટ કરી રહ્યો છે? ત્યારે તેણે આ અફવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધી. અહાને કહ્યું, “અનિત મારી બેસ્ટ ફ્રેન્ડ છે. લોકો વિચારે છે કે અમે સાથે રિલેશનશિપમાં છીએ પરંતુ તે સાચું નથી.” તેણે વધુમાં સમજાવ્યું કે કેમેસ્ટ્રી હંમેશા રોમાન્સથી નથી બનતી, તે કમફર્ટેબલ, સુરક્ષા અને સમજણથી પણ બને છે.
- અનીત સાથેનું બોન્ડિંગ અજોડ
અહાને ભારપૂર્વક જણાવ્યું કે, તે અને અનીત પડ્ડા એકબીજા સાથે કમફર્ટ, સુરક્ષા અને સમજણ અનુભવે છે, જેના કારણે તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી શાનદાર લાગી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “તે મારી ગર્લફ્રેન્ડ નથી, પરંતુ તેની સાથે મારું બોન્ડિંગ અજોડ છે.” પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરતાં અહાને છેલ્લે જણાવ્યું કે, “હું સિંગલ છું.”
- ‘સૈયારા’ની વિશ્વભરમાં 570 કરોડથી વધુની કમાણી
અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યુ ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિવેચકો તેમજ દર્શકો બંને તરફથી પ્રશંસા મેળવી હતી. ફિલ્મે વિશ્વભરમાં 570 કરોડથી વધુની કમાણી કરીને બોલિવૂડમાં એક મોટી સફળતા મેળવી હતી.



Leave a Comment