ભારતમાં પૌરાણિક કથાઓ, ખાસ કરીને ‘રામાયણ’ અને ‘મહાભારત’ પર આધારિત ટેલિવિઝન શોનું હંમેશા એક મોટું અને સમર્પિત દર્શક વર્ગ રહ્યું છે. આ શો વારંવાર બન્યા છે, છતાં તેમની લોકપ્રિયતા અકબંધ રહે છે. તાજેતરમાં ‘ધ લેજન્ડ ઓફ હનુમાન’ જેવી એનિમેશન સીરિઝને પણ લોકોએ ખૂબ વખાણી હતી. હવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો જમાનો હોવાથી, પૌરાણિક કથાઓને આ નવા માધ્યમમાં રજૂ કરવાનો મોટો પ્રયોગ શરૂ થયો છે.
- AIનું બ્લંડર
પરંતુ, જિયોહોટસ્ટાર પર રિલીઝ થયેલી AI-જનરેટેડ સીરિઝ ‘મહાભારત – એક ધર્મયુદ્ધ’ માં આ ટેક્નોલોજીની મર્યાદાઓ અને માનવીય દેખરેખના અભાવને કારણે મોટું બ્લંડર થયું છે. આ બ્લંડરને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ શોના મેકર્સની પાછળ પડી ગયા છે અને AI દ્વારા આવા સંવેદનશીલ વિષય પર કન્ટેન્ટ બનાવવાની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
- હસ્તિનાપુરના મહેલમાં આજના જમાનાનું ફર્નિચર
આ શોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં એક પણ દ્રશ્ય કે પાત્ર વાસ્તવિક નથી. બધું જ AI દ્વારા કમ્પ્યુટર-જનરેટેડ છે. શો 25 ઓક્ટોબરે રિલીઝ થયો હતો અને તેની વાર્તા દેવવ્રત (જે પાછળથી ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે)ના જન્મ પર કેન્દ્રિત છે. આ પ્રયોગમાં બ્લંડર ત્યારે થયું જ્યારે એક દૃશ્યમાં સમયની સચોટતા જાળવવામાં AI નિષ્ફળ રહ્યું.
આ દૃશ્યમાં ગંગામાતા નવજાત શિશુ સાથે હસ્તિનાપુરના મહેલના એક રૂમમાં હોય છે. રૂમની અંદર, બેડની બાજુમાં મૂકેલું ડેસ્ક અને તેમાંનું ખાનું (ડ્રોઅર) સ્પષ્ટપણે આજના આધુનિક જમાનાની ડિઝાઇન અને મિકેનિઝમ ધરાવતું જણાય છે. મહાભારતના સમયગાળામાં આ પ્રકારના આધુનિક ફર્નિચરનું અસ્તિત્વ દર્શાવતા જ દર્શકોએ આ ભૂલ તરત જ પકડી પાડી હતી.



Leave a Comment