‘સૈયારા’થી રાતોરાત સ્ટાર બનેલી 23 વર્ષની અનીત પડ્ડાએ એક ઇમોશનલ ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે અચાનક મળેલું સ્ટારડમ ઘણીવાર તેમના માટે ભારે બની રહે છે. તેઓ કહે છે કે લોકોના પ્રેમની જવાબદારી, અપેક્ષાઓનું ભારણ અને દરેકને ખુશ રાખવાની ચિંતા તેમને ક્યારેક રડાવી પણ દે છે.
હાલ અનીત મેડોક ફિલ્મ્સની હોરર-કોમેડી ‘શક્તિ શાલિની’ માટે તૈયારી કરી રહી છે. તેઓ કહે છે કે પોતાનું કામ સારું કરવાનું દબાણ ઘણી વાર ભાવનાત્મક રીતે અસર કરે છે.
‘સૈયારા’ તેમનું ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહ્યું છે અને ફેન્સ દ્વારા બનેલા રીલ્સ અને એડિટ્સ જોઈ તેઓ ઘણીવાર ઇમોશનલ થઈ જાય છે.
અનીતની સફર મોડેલિંગથી શરૂ થઈ હતી. 2022માં ‘સલામ વેંકી’થી નાના રોલમાં ડેબ્યૂ કર્યું હતું, પછી ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાઇ’ અને ‘યુવા સપનો કા સફર’માં જોવા મળી. 2025માં મોહિત સુરીની ‘સૈયારા’ સુપરહિટ બની અને 580 કરોડથી વધુ કમાણી કરીને તેમને રાતોરાત લોકપ્રિય બનાવી ગઈ.
અહાન પાંડે સાથેના અફેરના ચર્ચા પર અહાને તાજેતરમાં સ્પષ્ટ કહ્યું— “અનીત મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અમારા વચ્ચે એવું કંઈ નથી.”



Leave a Comment