અનુષ્કા શર્મા લગભગ 7 વર્ષથી મોટા પડદાથી દૂર છે. અનુષ્કા છેલ્લે શાહરુખ સાથે ઝીરો ફિલ્મમાં દેખાઈ હતી અને પછી કલા ફિલ્મમાં તેમનો નાનો કેમિયો હતો. તે સિવાય અનુષ્કા ક્યારેક સ્ટેડિયમમાં પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરતી દેખાઈ છે અથવા જાહેરાતોમાં દેખાઈ છે. અનુષ્કા લાઇમલાઇટથી પણ દૂર રહી છે. થોડા દિવસ પહેલાં તેમની ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ ને રિલીઝ કરવાની માંગ ઉઠી, તો ફૅન્સને લાગ્યું કે હવે ફરીથી તેઓ તેમને મોટા પડદા પર જોઈ શકશે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી. આ દરમિયાન અનુષ્કા શર્માનો એક જુનો વીડિયો ચર્ચામાં છે, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાઈ રહ્યા છે.
- કેબીસીમાં પહોંચી હતી અનુષ્કા શર્મા
સોશિયલ મીડિયામાં કોન બનેંગા કરોડપતિનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનુષ્કા અને વરુણ ધવન અમિતાભ બચ્ચનના શોમાં દેખાઈ રહ્યા છે. આ વીડિયો ત્યારનો છે જ્યારે અનુષ્કા શર્મા અને વરુણ ધવન તેમની ફિલ્મ સુઈ ધાગાના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને અનુષ્કા શર્માને તેમના મનપસંદ ખોરાક વિશે પૂછ્યું, જેના જવાબ સાંભળીને બિગ બી પોતે જ હેરાન થઈ ગયા અને અનુષ્કાને પૂછવા લાગ્યા, ‘તમે આ બધું કેવી રીતે ખાઈ શકો?’
- અનુષ્કા શર્માનું મનપસંદ શાક
અનુષ્કા શર્માએ કોન બનેંગા કરોડપતિના સેટ પર અમિતાભ બચ્ચન સાથેની વાતચીતમાં પોતાના મનપસંદ શાક વિશે જણાવ્યું અને ખુલાસો કર્યો કે, તેમને જેકફ્રૂટનું શાક બહુ ગમે છે. અનુષ્કા કહે છે કે, તેઓ જેકફ્રૂટ એટલે કે ફણસને ફળની જેમ નહીં પરંતુ શાક તરીકે ખાય છે. આ સાંભળીને બિગ બી કહે છે, “જેકફ્રૂટ કોળું, દૂધી જેવી વસ્તુઓ તમે કેવી રીતે ખાઈ શકો છો?” જવાબમાં અનુષ્કા કહે છે કે આ ત્રણેય શાક તેમને બહુ ગમે છે. આ પર અમિતાભ બચ્ચન મજાકમાં કહે છે, “હવે લાગે છે કે કોઈ બીજા માણસને પૂછવું પડશે કે તેઓ તમને કેવી રીતે સહન કરે છે?”



Leave a Comment