એન્ટરટેઇનમેન્ટ

નિવૃત્તિની ચર્ચાઓ વચ્ચે અરિજિત સિંહનું કમબેક! આમિર ખાન માટે જુનૈદની ફિલ્મ ‘એક દિન’માં આપ્યો અવાજ

by

Thenewsdk

Updated: 09-02-2026, 01.39 PM

Follow us:

બોલિવૂડમાં ઘણા સમય પછી ફરી એક વખત આમિર ખાન અને મન્સૂર ખાનની પ્રખ્યાત જોડિ સાથે આવી રહી છે. તેમની નવી ફિલ્મ ‘એક દિન’ સાથે બંને ફરી એક રોમેન્ટિક લવ સ્ટોરી રજૂ કરવા તૈયાર થયા છે. આ જોડીએ અગાઉ કયામત સે કયામત તક, જો જીતા વોહી સિકંદર, અકેલે હમ અકેલે તુમ અને જાને તુ… યા જાને ના જેવી યાદગાર ફિલ્મો આપી હતી, જેના કારણે નવી ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.

આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન સુનીલ પાંડે કરી રહ્યા છે, જ્યારે નિર્માણમાં આમિર ખાન, મન્સૂર ખાન અને અપર્ણા પુરોહિત જોડાયા છે.

માહિતી મુજબ, ‘એક દિન’ 1 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. લાંબા સમય બાદ આમિર-મન્સૂરની કમબેક જોડિ અને નવી રોમેન્ટિક કહાનીને કારણે ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં છે અને ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.