‘Bhagwat Chapter 1 Raakshas’એ OTT પર ધૂમ મચાવી દીધી છે, 2 કલાક 7 મિનિટની આ સસ્પેન્સભરી ફિલ્મે રિલીઝ થતાં જ દર્શકોને મોહિત કરી દીધા. જીતુ ભૈયાએ બન્યો 19 છોકરીઓનો ખૂની, અરશદ વારસીના દમદાર અભિનયથી વાર્તા અંત સુધી જકડી રાખે છે.
તાજેતરમાં ZEE5 પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી દિગ્દર્શક અક્ષય શેરની ફિલ્મ ‘Bhagwat Chapter 1 Raakshas’ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સત્ય ઘટનાઓથી પ્રેરિત આ ક્રાઈમ થ્રિલરને IMDb પર 7.4/10ની રેટિંગ મળી છે. ફિલ્મના શાનદાર અભિનય, સસ્પેન્સ અને ભાવનાત્મક ઊંડાણે દર્શકોના દિલ જીતી લીધા છે.
- 19 છોકરીઓની હત્યા અને ભયાનક સત્યની શોધ
વાર્તા ઇન્સ્પેક્ટર વિશ્વાસ ભાગવત (અરશદ વારસી)ની આસપાસ ગૂંથાયેલી છે, જેને ગુમ થયેલી છોકરીઓના કેસની તપાસ સોંપવામાં આવે છે. તપાસ આગળ વધતાં ખુલાસો થાય છે કે 19 છોકરીઓની હત્યા કરવામાં આવી છે. ખૂની અત્યંત ચાલાક છે – તે છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે અને પછી તેમનો ભોગ લે છે. ઉત્તર પ્રદેશના રોબર્ટ્સગંજમાં સેટ આ વાર્તા ગુનાના ચહેરા સાથે સમાજના અંધકારને પણ ઉજાગર કરે છે.
- જિતેન્દ્ર કુમારનો ખતરનાક અવતાર
‘પંચાયત’ના સચિવ તરીકે પ્રખ્યાત જિતેન્દ્ર કુમારએ આ ફિલ્મમાં પોતાની ઈમેજ તોડી નાખી છે. તે નમ્ર દેખાતા પરંતુ ભયાનક ખલનાયકની ભૂમિકામાં આશ્ચર્યચકિત કરે છે. અરશદ વારસીએ થાકેલા પરંતુ દૃઢ પોલીસ અધિકારીનું પાત્ર બખૂબી નિભાવ્યું છે.
ફિલ્મનું પૃષ્ઠભૂમિ સંગીત, સિનેમેટોગ્રાફી અને વાસ્તવિક લોકેશન્સ વાર્તાને વધુ પ્રભાવશાળી બનાવે છે. ZEE5 પર સ્ટ્રીમિંગ શરૂ થતાં જ આ ફિલ્મે દર્શકોમાં ધૂમ મચાવી છે. જો તમે ક્રાઈમ થ્રિલરના ચાહક છો, તો આ ફિલ્મ જરૂર જુઓ!



Leave a Comment