Bigg Boss 19 News : બિગ બોસ 19નું ગ્રાન્ડ ફિનાલે હવે માત્ર બે અઠવાડિયા દૂર છે અને દરેક કન્ટેસ્ટન્ટ જીત માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. ગયા વીકએન્ડ કા વારમાં કુનાલિકાની સફર પૂરી થતાં ફેન્સ નિરાશ થયા હતા. હવે ઘરમાં માત્ર 8 સ્પર્ધકો જ બાકી છે, અને આ અઠવાડિયામાં પણ એક કન્ટેસ્ટન્ટને અલવિદા કહેવું પડશે. પરંતુ એલિમિનેશન પહેલાં જ નોમિનેશન ટાસ્કમાં મોટો વિવાદ સર્જાયો છે.
- નોમિનેશન ટાસ્કમાં તોફાન
શોનો તાજો પ્રોમો બહાર આવ્યો છે જેમાં તમામ કન્ટેસ્ટન્ટ એકબીજાને નોમિનેટ કરતા જોવા મળે છે. આ વખતે નોમિનેશન માટે ખાસ ટાસ્ક રાખવામાં આવ્યો છે, જેમાં સ્પર્ધકને કોઈને ટાર્ગેટ કરવો હોય તો તેના ચહેરા પર નોમિનેશનનો સ્ટેમ્પ લગાવવો પડશે. ટાસ્ક દરમિયાન અમાલે ગૌરવ ખન્નાને, પ્રણિતે અમાલને, શહબાઝે તાન્યાને અને તાન્યાએ માલતી ચાહરને નોમિનેટ કર્યા.
તાન્યા કન્ફેશન રૂમમાં જણાવી હતી કે તે “આખા ઘરને” નોમિનેટ કરવા માંગે છે, પરંતુ બહાર આવીને તેણે માલતીને પસંદ કરી. તાન્યા જ્યારે માલતીના ચહેરા પર સ્ટેમ્પ મૂકે છે ત્યારે માલતીનો ગુસ્સો સાતે આસમાને જાય છે.
- માલતીનો રિયેક્ટ — માર્યો થપ્પડ કે એક્ટિંગ?
પ્રોમોમાં જોવા મળે છે કે માલતી તાન્યા તરફ ગુસ્સામાં હાથ ઉપાડે છે અને જાણે તેને થપ્પડ મારે છે. પરંતુ એ ખરેખર માર્યો થપ્પડ કે ફક્ત એક્ટિંગ હતું, તેનો ખુલાસો તો એપિસોડ ટેલિકાસ્ટ બાદ જ થશે. હાલ સોશિયલ મીડિયા પર આ સીનને લઈ ભારે ચર્ચા છે.
માલતીના ચહેરા પર સ્ટેમ્પ મૂકવાથી નારાજ અમાલે તાન્યાને ‘અહંકારી’ કહી હતી. તે કહે છે, “ચહેરા પર લગાવાય કોઈના? એટલી ભોળી ના બન કે તને આ વાત ખબર ના હતી.” તાન્યાની ક્રિયામાં ઘરના મોટા ભાગના સભ્યો સહમત નહોતા.
- આગામી એપિસોડમાં મળી રહેશે સંપૂર્ણ તસવીર
નોમિનેશન ટાસ્કમાં થયેલો આ વિવાદ હવે સમગ્ર ઘરના માહોલને બદલવા તૈયાર છે. કોને મળશે જનતાનો સપોર્ટ અને કોને બહારનો રસ્તો—આગામી એપિસોડ્સમાંજ ખુલશે આ રહસ્ય.



Leave a Comment