Divya Khosla statement : બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર ઘણી વાર પોતાની સુંદરતા અને સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ઉપરાંત, તે પોતાના બિન્દાસ નિવેદનો માટે પણ જાણીતી છે. આ દરમિયાન, એક્ટ્રેસ ફિલ્મ સાવી અને જિગરા વચ્ચેના વિવાદને કારણે ફરી વાર હેડલાઇનમાં આવી છે. જિગરાને મુકેશ ભટ્ટે પ્રોડ્યુસ કરી છે.
- ફિલ્મ જિગરાએ સાવીની નકલ કરી?
હવે વાત એટલી વધી ગઈ કે દિવ્યાએ સોશિયલ મીડિયા પર ફોન કૉલનું રેકોર્ડિંગ જ શેર કરી દીધું છે. દિવ્યાએ તો આલિયા ભટ્ટની ફિલ્મ ‘જિગરા’ને ‘સાવી’ની નકલ પણ કહી દીધી હતી. ત્યારબાદ કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કર્યો કે મુકેશ ભટ્ટે દિવ્યાના આ નિવેદનને પબ્લિસિટી સ્ટન્ટ કહી દીધું અને કહ્યું હતું કે, “આલિયાને નકલ કરવાની જરૂર નથી.”
- એક્ટ્રેસે ફોન કૉલ રેકોર્ડિંગ શેર કરી
મીડિયા રિપોર્ટ્સને સાચા માનીને દિવ્યા, મુકેશ ભટ્ટના કહેવાતા નિવેદનથી રિસાઈ ગઈ છે. ત્યારબાદ તેમણે મુકેશ ભટ્ટ સાથેની કૉલ લીક કરી દીધી. ખાસ વાત એ રહી કે આ ઑડિયો રિલીઝ તેમના જન્મદિવસના દિવસે જ કરવામાં આવ્યું. દિવ્યા ખોસલાએ આ ફોન કૉલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે મુકેશને પૂછે છે કે, “સાવી અને જિગરાના વિવાદ પર તમે મારા વિરુદ્ધ કેમ બોલ્યા? શું તમે એવું કહ્યું કે, મેં કોઈ છિછોરી હરકત કરી? મેં આ બધું પબ્લિસિટી સ્ટન્ટ માટે કર્યું?
- મુકેશ ભટ્ટએ શું કહ્યું?
મુકેશે કહ્યું કે, “મેં આ વિષય પર કોઈ સાથે વાત નથી કરી અને ન તો કોઈએ મને પ્રશ્ન કર્યો છે. આ બધું પ્લાન પ્રમાણે કરાયું છે. હું આવું કેમ કરું? આ તમારા જન્મદિવસે જ કેમ થયું? આ વસ્તુથી આપણા સંબંધો પર કોઈ અસર નહીં પડે. કોઈની વાતોમાં ન આવશો. તમે મને ઓળખો છો, હું આવું કેમ કરું?”



Leave a Comment