પવન સિંહની પત્ની જ્યોતિ સિંહ બિહાર ચૂંટણી માટે બિહારના લોકો પાશે જ દાન માંગી રહી છે, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે, જેમાં લોકોને મદદ કરવા વિનંતી કરવામાં આવી છે.
જ્યોતિ કારાકાટથી અપક્ષ ઉમેદવાર તરીકે બિહાર વિધાનસભા ચૂંટણી લડી રહી છે. તાજેતરમાં જ તેમનો પવન સિંહ સાથે પણ મોટો વિવાદ થયો હતો, જેના કારણે તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.
- UPI QR કોડ પકડીને જોવા મળી અભિનેતાની પત્ની
પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે UPI QR કોડ પકડીને જોવા મળી રહી છે. તેની સાથે તેમણે લખ્યું છે કે, “રામ અને કૃષ્ણ જેવા અવતારોને પણ સમાજ તરફથી ઘણું સહન કરવું પડ્યું.

હું એક સામાન્ય સ્ત્રી છું, જે વિવિધ અત્યાચારો સહન કરવા છતાં, કેટલાક લોકો દ્વારા દોષિ ઠેરવવામાં આવે છે. કેટલાક લોકો મારા આંસુ, મારા વિલાપમાં, તમારા પ્રેમ અને આશીર્વાદ માટે ઝંખતી મારી આંખોમાં છેતરપિંડી અને નાટક જુએ છે.
પરંતુ મારા જેવા લાખો પીડિતોના અવાજને સશક્ત બનાવવા માટે, હું કારાકાટ વિધાનસભાથી ચૂંટણી લડી રહી છું’.



Leave a Comment