ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળી રહી છે, જ્યાં ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ નામની ફિલ્મે અચાનક જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.
- ફિલ્મની કમાણીમાં અચાનક ઉછાળો
આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે માત્ર ₹3 લાખનો બિઝનેસ કર્યો હતો. શરૂઆતમાં ફિલ્મની પ્રતિસાદ સામાન્ય રહ્યો હતો, પરંતુ સમય જતાં વર્ડ ઓફ મોઉથ પુબ્લીસિટી અને સોશિયલ મીડિયા ચર્ચાઓના કારણે દર્શકોની સંખ્યા વધતી ગઈ. અચાનક જ ફિલ્મની કમાણી રોજબરોજના રેકોર્ડ તોડવા લાગી. 26મા દિવસે ફિલ્મે ₹2.35 કરોડનું કલેક્શન કર્યું, જ્યારે 30મા દિવસે ₹4 કરોડ કમાઈને સૌને ચકિત કરી દીધા.
- 31મા દિવસે 7 કરોડનું કલેક્શન
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ફિલ્મે રિલીઝના 31મા દિવસે ₹7 કરોડની કમાણી કરી છે જે એક સામાન્ય બજેટની ફિલ્મ માટે અસાધારણ સિદ્ધિ ગણાય છે. ફિલ્મનું કુલ બજેટ લગભગ ₹4 કરોડ હતું, એટલે આ કલેક્શન ડબલથી પણ વધારે છે. સામાન્ય રીતે બોલીવુડ અથવા સાઉથની મોટી ફિલ્મો પણ આવા અંતિમ સપ્તાહમાં આટલી કમાણી કરી શકતી નથી.
- ગુજરાતી સિનેમામાં નવી ઉમંગ
‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ની સફળતા એ સાબિત કરે છે કે જો કથા લોકપ્રિય અને લાગણીસભર હોય, તો ભાષા કે બજેટ કોઈ અડચણ નથી. ફિલ્મની કહાનીમાં ધાર્મિક અને સામાજિક સંદેશ બંને છે, જેના કારણે પરિવારીક દર્શકોમાં આકર્ષણ વધ્યું છે. અનેક થિયેટરોમાં હાઉસફુલ શો ચાલી રહ્યા છે.



Leave a Comment