સોશિયલ મીડિયા પર અચાનક એક સમાચારે ભારે હોબાળો મચાવ્યો છે, જેના કારણે 90ના દાયકામાં મોટા થયેલા લોકો માટે મોટો આંચકો છે. આ સમાચાર ફેલાઈ ગયા છે કે મ્યુજીક અને યુવા સંસ્કૃતિનો પર્યાય ગણાતી લોકપ્રિય મનોરંજન ચેનલ MTV કાયમ માટે બંધ થઈ રહી છે.
આ સમાચારે ભારતમાં હંગામો મચાવ્યો છે. લોકો વિચારી રહ્યા છે: શું રોડીઝના ડેરડેવિલ સ્ટન્ટ્સ અને સ્પ્લિટ્સવિલાની લવ કેમેસ્ટ્રી ખોવાઈ જશે?
- શું MTV બંધ થઈ રહ્યું છે?
MTV ની પેરેન્ટ કંપની, પેરામાઉન્ટ ગ્લોબલ એ તેની ઘણી આંતરરાષ્ટ્રીય મ્યુજીક ચેનલો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ચેનલો સંપૂર્ણપણે મ્યુજીક અને મ્યુજીક વીડિયોઝ પર કેન્દ્રિત હતી. બંધ થઈ રહેલી ચેનલોમાં MTV Music, Club MTV, MTV 90s, MTV 80s અને MTV Liveનો સમાવેશ થાય છે. આ ચેનલો મુખ્યત્વે UK, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા દેશોમાં બંધ થઈ રહી છે.
- કેમ ચેનલો બંધ થઈ રહી છે
બંધ થવા પાછળનું કારણ દર્શકોની બદલાતી જોવાની ટેવ છે. આજની યુવા પેઢી મ્યુજીક જોવા અને સાંભળવા માટે ટીવીને બદલે YouTube, Spotify અને TikTok જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. પરિણામે આ મ્યુઝિક ચેનલોના દર્શકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે,
જેના કારણે કંપનીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સમાચાર ખરેખર એવા લોકો માટે એક યુગનો અંત દર્શાવે છે જેમણે પોતાનું બાળપણ અને યુવાની આ ચેનલો પર પોતાના મનપસંદ કલાકારોના ગીતો સાંભળીને વિતાવી હતી.
- ભારતમાં રોડીઝ અને સ્પ્લિટ્સવિલાનું શું થશે?
એક અહેવાલ મુજબ આ વૈશ્વિક નિર્ણય MTV ઇન્ડિયાને અસર કરશે નહીં. સૂત્રએ ખુલાસો કર્યો કે MTV ઇન્ડિયા હાલમાં ક્યાંય જઈ રહ્યું નથી. કેટલીક આંતરરાષ્ટ્રીય મ્યુઝિક ચેનલો બંધ થઈ રહી છે,
પરંતુ ભારતમાં MTV નું કન્ટેન્ટ સંપૂર્ણપણે અલગ છે. તે યુવા કન્ટેન્ટ પ્રદાન કરે છે, જેમાં ઘણા રિયલિટી શોનો સમાવેશ થાય છે. “રોડીઝ” અને “સ્પ્લિટ્સવિલા” જેવા શો ચેનલનું જીવન છે, અને તે બંધ થઈ રહ્યું નથી.



Leave a Comment