રણવીર સિંહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ’ધુરંધર’નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. 4 મિનિટ 7 સેકન્ડનું આ ટ્રેલર માત્ર એક્શનથી જ નહીં, પણ ધારદાર સંવાદો અને ભરપૂર લોહીયાળ દ્રશ્યોથી ભરપૂર છે. આ ટ્રેલરની રિલીઝ સાથે જ ફિલ્મની જબરદસ્ત સફળતાની આશા જાગી છે, કારણ કે તેમાં રણવીર સિંહ સાથે અન્ય દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળે છે.
- અર્જુન રામપાલનો ક્રૂર અને ઘાતકી અવતાર
ટ્રેલરની શરૂઆત જ ફિલ્મની સ્ટોરીની ગંભીરતા દર્શાવે છે. આ ટ્રેલર ISIના મેજર ઇકબાલ એટલે કે અર્જુન રામપાલના ડાયલોગથી થાય છે. અર્જુન રામપાલ ક્રૂર અને ઘાતકી અવતારમાં જોવા મળે છે, જે કહે છે, ‘મેજર ઇકબાલ જિસ પર મેહરબાન હો જાયે, ઉનકા મુસ્તકબિલ બદલ જાતા હૈ (મેજર ઇકબાલ જેના પર મહેરબાન થઈ જાય, તેનું ભાગ્ય બદલાઈ જાય છે).’ અર્જુન રામપાલનો આ લુક અને ઇન્ટેન્સ પર્ફોર્મન્સ દર્શકોને ચોક્કસપણે આકર્ષશે.
View this post on Instagram
- રણવીર સિંહની એજન્ટ તરીકેની ધમાકેદાર એન્ટ્રી
ફિલ્મમાં વિલન તરીકેના દરેક કલાકારની ધમાકેદાર એન્ટ્રી અને પાવરફુલ ડાયલોગ્સ પછી હીરો રણવીર સિંહની એન્ટ્રી થાય છે. રણવીર સિંહ ટાઇટલને અનુરૂપ એક એજન્ટની ભૂમિકામાં દેખાય છે. તેની એન્ટ્રી સમયે તે એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં બોમ્બ લઈને વિલનોને પડકાર ફેંકતા કહે છે, ‘અગર તૂમ લોગો કે પટાખે ખતમ હો ગયે હો, તો મેં ધમાકા શુરું કરું? (તમારા ફટાકડા પૂરાં થઈ ગયા હોય, તો હું ધડાકો શરૂ કરું?)’ રણવીર સિંહનો આ આક્રમક અંદાજ ફિલ્મની એક્શનનો પાયો નાખે છે.
- સંજય દત્તનો પાવરફુલ લુક અને ઇન્ટેન્સ અભિનય
ટ્રેલરમાં અભિનેતા સંજય દત્તની એન્ટ્રી ખૂબ જ ધમાકેદાર દેખાડવામાં આવી છે. તેમનો લુક અને પાત્ર પણ ઘણું ઇન્ટેન્સ છે. સફેદ પઠાણી, લાંબી દાઢી અને આંખોમાં દેખાતી ઉગ્રતા તેમના પાત્રને એક અલગ ઊંચાઈએ લઈ જાય છે. સંજય દત્તની એન્ટ્રી સમયે આવતો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઘણો શાનદાર છે, જે દર્શકોમાં રોમાંચ જગાવે છે.
- આર. માધવન અને અક્ષય ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં
‘ધુરંધર’ ફિલ્મના ટ્રેલરમાં માત્ર રણવીર સિંહ, અર્જુન રામપાલ અને સંજય દત્ત જ નહીં, પરંતુ અન્ય બે દિગ્ગજ કલાકારો આર. માધવન અને અક્ષય ખન્નાનો પણ ઇન્ટેન્સ લુક જોવા મળે છે. આ તમામ કલાકારોની હાજરી ફિલ્મની કાસ્ટને મજબૂત બનાવે છે અને દર્શકોની અપેક્ષાઓ વધારી દે છે. એકંદરે, આ ટ્રેલર ફિલ્મની જબરદસ્ત એક્શન અને સ્ટોરીલાઇનનો મજબૂત સંકેત આપે છે.
- ‘ધુરંધર’ 5 ડિસેમ્બરે રિલીઝ થશે
‘ધુરંધર’ ફિલ્મનું ડિરેક્શન આદિત્ય ધરે કર્યું છે, જેમણે અગાઉ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું. જિયો સ્ટુડિયોના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું કંપોઝિશન શાશ્વતે કર્યું છે, જેમાં સિંગર જાસ્મિન અને હનુમાનકાઇંડે અવાજ આપ્યો છે. ફિલ્મમાં સારા અર્જુન રણવીર સિંહની વિરુદ્ધ મુખ્ય ભૂમિકામાં છે.



Leave a Comment