શાહરુખ ખાનના દીકરા આર્યનની ડેબ્યૂ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ લાંબા સમયથી ચર્ચામાં છે. ફેન્સ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. સિરીઝના રિલીઝ પહેલા નેટફ્લિક્સે ”ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે.
પહેલી વાર ત્રણેય ખાન સાથે જોવા મળશે
આ સિરીઝમાં લક્ષ્ય લાલવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે બોલિવૂડમાં એક્ટર બનવાનું સ્વપ્ન જોતા આસમાન સિંહનું પાત્ર ભજવી રહ્યો છે. આ ટ્રેલરમાં એક્ટર બનવા માટે તેણે શું કરવું પડે છે તેનું સત્ય બતાવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા તેનું ટીઝર રિલીઝ થયું હતું,
જેમાં સલમાન ખાન, બોબી દેઓલ, કરન જોહર, રાઘવ જુયાલ સહિત ઘણા મોટા કલાકારો જોવા મળ્યા હતા. હવે ટ્રેલરમાં આમિર ખાન, શાહરુખ ખાન, દિશા પટણી સહિતના સ્ટાર્સ જોવા મળ્યા છે.
એટલે કે આ સિરીઝમાં પહેલીવાર બોલિવૂડના ત્રણેય ખાન એકસાથે જોવા મળશે. તે એક્શન, ઈમોશન, ડ્રામા અને ડાયલોગથી ભરપૂર છે. ટ્રેલરની શરૂઆતમાં લક્ષ્યનો જોરદાર ડાયલોગ સાંભળવા મળે છે. તે કહે છે- એક્ટર હું, તમાશા કરના કામ હૈ મેરા.
ટ્રેલરે ફેન્સને કર્યા ઉત્સાહિત
આ સિરીઝમાં લક્ષ્ય લાલવાણીના ઓપોઝિટમાં સહર બામ્બા જોવા મળશે. બોબી દેઓલ તેના પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. મોના સિંહ અને વિજયંત કોહલી લક્ષ્યના માતા-પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. ટીઝર બાદ હવે ટ્રેલરે સોશિયલ મીડિયા પર ફેન્સને સિરીઝ માટે ઉત્સાહિત કરી દીધા છે.



Leave a Comment