HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીરનું નિધન, અકસ્માત બાદ 10 દિવસથી વેન્ટીલેટર પર હતો

Avatar photo
Updated: 08-10-2025, 10.34 AM

Follow us:

રાજવીર છેલ્લા 10 દિવસથી વેન્ટિલેટર પર હતો. ડૉક્ટરોએ નિદાન કર્યું હતું કે તેની નર્વસ સિસ્ટમમાં ગંભીર સમસ્યા છે અને તેમાં કોઈ સુધારો જોવા મળતો નહોતો. ઘણા દિવસોથી તેને હોશ આવ્યો નહોતો અને તેના શરીરમાં કોઈ હલનચલન નહોતી.

સતત 4 કલાકની દેખરેખ અને દવાઓ આપવા છતાં, મગજમાં ઓક્સિજન પહોંચતું ન હતું, જેના કારણે મેડિકલ ટીમ અત્યંત ચિંતિત હતી. ડૉક્ટરોએ કહ્યું કે તેઓ રાજવીરની સ્થિતિ સ્થિર કરવા માટે તમામ સંભવિત તબીબી પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ હૃદયના ધબકારા નિયંત્રણમાં રાખવાના તમામ પ્રયાસો છતાં, તેને બચાવી ન શકાયો.

બાઈક પર જતા અકસ્માત થયો હતો

નોંધનીય છે કે, રાજવીર જવંદાનો 27 સપ્ટેમ્બરના રોજ બદ્દીથી બાઇક પર ચાર મિત્રો સાથે શિમલા જતી વખતે પિંજોરમાં અચાનક એક પ્રાણીએ તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. સિંગરનું માથું રોડ પર અથડાતાં ગંભીર ઈજા પહોંચી હતી. મોહાલીની હૉસ્પિટલમાં લઈ જતા પહેલાં તેને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.

સંગીત અને ફિલ્મી સફર

મોહાલીના સેક્ટર 71ના રહેવાસી રાજવીર જવંદા પંજાબી સંગીત અને સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવનાર કલાકાર હતો. તેના હિટ ગીતોમાં ‘સરનેમ’, ‘કમલા’, ‘મેરા દિલ’ અને ‘સરદારી’નો સમાવેસ થાય છે.

પંજાબી ફિલ્મોમાં તેમના નોંધપાત્ર કાર્યોમાં જિંદ જાન, મિંડે તસીલદારની અને કાકા જી જેવી ફિલ્મો સામેલ છે. જવંદાએ તેના સંગીત સફરની શરૂઆત વર્ષ 2014માં ‘મુંડા લાઈક મી’થી કરી હતી. તેના ગીતોમાં પંજાબી સંસ્કૃતિ અને ગૌરવની ઝલક જોવા મળતી હતી.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.