છોકરીઓના ચહેરા પર વધતા વાળનું કારણ: ફાસ્ટ ફૂડ અને હોર્મોનલ ફેરફાર જવાબદાર

by

Thenewsdk

Updated: 08-12-2025, 12.45 PM

Follow us:

આજના સમયમાં ત્વચા અને હોર્મોનલ સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને છોકરીઓમાં ચહેરા પર હળવા વાળ અથવા મૂંછ જેવી લાઈનો દેખાવા લાગવાની ફરિયાદ વધી છે. મેડીકલ ભાષામાં આ સ્થિતિને હર્સ્યુટિઝમ કહેવાય છે. લોકો માનતા હોય છે કે આ માત્ર હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે બદલાતી લાઈફસ્ટાઈલ, જંક ફૂડ અને વજનનો વધારો પણ મોટું કારણ બની રહ્યા છે.

  • ફાસ્ટ ફૂડ કેવી રીતે વધારશે વાળનું જોખમ?

બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઇઝ અને મીઠાઈઓમાં ટ્રાન્સ ફેટ, ખાંડ અને મીઠું વધારે હોય છે. તેનો સીધો અસર ઇન્સુલિન રેઝિસ્ટન્સ પર થાય છે.

ઇન્સુલિનનું સ્તર વધે એટલે શરીરનું હોર્મોનલ સંતુલન બગડે છે અને મહિલાઓમાં પુરુષ હોર્મોન (એન્ડ્રોજેન) વધે છે.

એ જ કારણથી ચહેરા પર વાળ દેખાવા લાગે છે. ફાસ્ટ ફૂડ સીધું વાળ વધારતું નથી, પરંતુ જાડાપણું અને હોર્મોનલ ઇમ્બેલન્સ વધારીને પરિસ્થિતિને ખરાબ બનાવે છે.

  • ક્યારે વધી શકે છે જોખમ?

પીરિયડ્સ શરૂ થવાના સમયગાળામાં

વધારે જંક ફૂડ / તળેલા ખોરાકનું સેવન

વજનનો વધારો

અનિયમિત ખોરાકની આદતો

ઇન્સુલિન રેઝિસ્ટન્સ

ઘણી છોકરીઓ વાળને છુપાવવા માટે શેવિંગ કરી દે છે, પરંતુ નિષ્ણાતો અનુસાર આ પગલું વાળને વધુ કઠણ બનાવી શકે છે.

  • આ પણ હોઈ શકે છે કારણ

શરીરમાં એસ્ટ્રોઝનની લેવલ વધવી

એડ્રિનલ ગ્રંથીમાંથી ફ્રી ટેસ્ટોસ્ટેરોન વધવું

હાઈપોથેલેમિક–પિટ્યુટરી–એડ્રિનલ સિસ્ટમની ખામી

PCOS અથવા હોર્મોનલ ડિસઓર્ડર

જે સમયે ફ્રી ટેસ્ટોસ્ટેરોન વધી જાય છે, ત્યારે ચહેરા પર વાળ ઝડપથી દેખાવા લાગતા હોય છે.

  • કેવી રીતે કરી શકાય સારવાર?

હોર્મોનલ ઇમ્બેલન્સની મેડિકલ તપાસ

વજનનું નિયંત્રણ

હેલ્ધી ડાયટ અને લાઈફસ્ટાઇલ

ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ

જરૂરી હોય તો લેઝર હેર રિમૂવલ

ડૉક્ટરોની સલાહ છે કે કોઈ પણ ઘરેલું ઉપચાર કે શેવિંગ શરૂ કરવાના પહેલાં નિષ્ણાતની સલાહ લેવી અત્યંત જરૂરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.