મનોરંજન જગત માટે મંગળવારનો દિવસ ખાસ સારો રહ્યો નથી. સવારે સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા ફિલ્મ લેખક સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના સમાચાર સામે આવ્યા અને સાંજ સુધી સલમાનની એક કો-સ્ટારના નિધનના સમાચાર પણ સામે આવ્યા છે.
સિનેમા જગતમાં વેટરન અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવનાર પ્રવીણા દેશપાંડેનું 60 વર્ષની ઉંમરે અવસાન થયું છે. કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લાંબા સમયથી લડી રહેલી પ્રવીણાએ મંગળવાર, 17 ફેબ્રુઆરીએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે.
પ્રવીણા દેશપાંડેનું નિધન
પ્રવીણા દેશપાંડેના નિધનની માહિતી તેમના પરિવારજનો દ્વારા અભિનેત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી પોસ્ટ શેર કરીને આપવામાં આવી છે. જેમાં અભિનેત્રીનો ફોટો સામેલ છે અને તેમના અવસાન વિશે જાણકારી આપવામાં આવી છે.
પોસ્ટમાં લખાયું છે, “તમને જણાવી દઈએ કે શ્રીમતી પ્રવીણા દેશપાંડેનું સ્વર્ગવાસ 17 ફેબ્રુઆરી 2026ના રોજ થયું છે. તેમનો અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે હિંદુ સ્મશાન ઘાટ, ચકલા પારસીવાડા, અંધેરી ઇસ્ટ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું.”
કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી અભિનેત્રી
જાણકારી મુજબ પ્રવીણા દેશપાંડેના સંતાનો દ્વારા તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ પ્રવીણા દેશપાંડે લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી.
વર્ષ 2019માં તેમને પ્રથમ વખત બ્લડ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારથી તેમનો ઈલાજ ચાલુ હતો, પરંતુ દુર્ભાગ્યે તેઓ આ ગંભીર બીમારી સામેની લડતમાં જીવન હારી ગઈ. મૂળરૂપે મરાઠી અભિનેત્રી તરીકે પ્રવીણા દેશપાંડેએ સિનેમા જગતમાં સારી ઓળખ બનાવી હતી.


Leave a Comment