ચા ભારતીયોની દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. પરંતુ ઘણા લોકોને લાગે છે કે રોજ ચા પીવાથી વજન વધે છે. હકીકતમાં સમસ્યા ચા નથી, પરંતુ તેમાં ઉમેરાતી ખાંડ અને દૂધ છે. જો ચા યોગ્ય ઘટકો સાથે બનાવવામાં આવે, તો તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.
ઠંડીની ઋતુમાં ચા શરીરને ગરમ રાખે છે અને સાથે-સાથે મેટાબોલિઝમને સક્રિય રાખે છે. ખાસ કરીને દૂધ વગરની બ્લેક ટીમાં યોગ્ય હર્બ્સ ઉમેરવાથી તે ફેટ બર્નિંગ ડ્રિંક બની જાય છે.
- ફુદીનો
ફુદીનો પાચન સુધારે છે અને બ્લોટિંગ ઘટાડે છે. તેની સુગંધ ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ફુદીનોવાળી બ્લેક ટી વારંવાર ખાવાની ઇચ્છા ઘટાડે છે, જે વજન ઘટાડવા માટે લાભદાયી છે.
- વરિયાળી
વરિયાળી પેટ ફૂલવું અને ભારેપણું દૂર કરે છે. તે પાચન મજબૂત બનાવે છે અને ઓવરઈટિંગથી બચાવે છે. ચામાં વરિયાળી ઉમેરવાથી પેટ હળવું રહે છે અને ખોરાક સરળતાથી પચે છે.
- ઈલાયચી
ઈલાયચી મેટાબોલિઝમને સપોર્ટ કરે છે અને શરીરમાં જમા થયેલું વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. મીઠું ખાવાની ઇચ્છા ઘટાડવામાં પણ ઈલાયચી ઉપયોગી છે.
- ફેટ બર્નિંગ ચા બનાવવાની રીત
એક કપ પાણી ઉકાળો. તેમાં થોડા ફુદીનાના પાન, અડધી ચમચી વરિયાળી અને 1 ઈલાયચી કૂટી નાખો. હવે તેમાં બ્લેક ટી ઉમેરો અને 2–3 મિનિટ ઉકાળો. છાનીને ગરમ પીવો. ઇચ્છો તો આ ચાને ઠંડી કરીને આઇસ્ડ ટી તરીકે પણ લઈ શકાય છે.
- મહત્વની સલાહ
આ ચામાં ખાંડ, મધ અથવા દૂધ ઉમેરશો નહીં. દિવસમાં 2 કપ પૂરતા છે, વધુમાં વધુ 3 કપથી વધુ ન પીવો. જો એસિડિટી કે અન્ય પાચન સમસ્યા હોય, તો એક જ ઘટકથી શરૂઆત કરો.
યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ સાથે આ ફેટ બર્નિંગ ચા વજન કંટ્રોલમાં રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે.


Leave a Comment