વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશનની બહાર જ પુત્ર સામે પિતાની હત્યા

by

Thenewsdk

Updated: 24-02-2026, 11.38 AM

Follow us:

વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશનની બહાર રાત્રિના સમયે એક હિંસક બનાવ બન્યો છે જેમાં પુત્રની સામે તેના પિતાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સાળા-બનેવી હાલ ફરાર છે.

શું છે સમગ્ર ઘટના?

ઘટનાની વિગત પ્રમાણે, ગોરવા ગામના રહેવાસી અમીજી ઉર્ફે અબ્દુલભાઈ ઘાંચી (ઉમ્ર 45) તેમના પુત્ર આરીફ ઘાંચીના કહેવા પ્રમાણે, રાત્રે દસેક વાગે પોતાના પુત્ર પાસે આવ્યા હતા. આ દરમિયાન, સોહિલ રાણા નામના વ્યક્તિએ અણધાર્યા કારણસર ઘાંચી સાહેબ સાથે બોલાચાલી કરી અને બે માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ બાદ આરીફે પિતાને ઘરે જવા સલાહ આપી, પરંતુ તેઓ ઘરે જવાને બદલે પોલીસ સ્ટેશન તરફ ગયા. આ અંગે આરીફે જણાવ્યું કે, “જ્યારે પિતા પોલીસ સ્ટેશન તરફ ગયા ત્યારે હું તેમની પાછળ ગયો. ગોરવા ગામના પ્રવેશ દ્વાર નજીક અને પોલીસ સ્ટેશનની બહાર, સોહિલ અને તેનો બનેવી સંદીપ વાઘેલાએ પિતાને રોકી લીધા.

સંદીપે કોઈ સાધન વડે પિતાના માથામાં બે થી ત્રણ ફટકા માર્યા, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા.”

‘તેઓ કોઈ રિસ્પોન્સ આપી રહ્યા ન હતા…’

પોતાના પિતાને ગંભીર હાલતમાં જોઈ આરીફે તરત જ મદદ માટે 108 સેવા બોલાવી અને પિતાને પંપિંગ કરવાનો પ્રયાસ કર્યો,

પરંતુ તેઓ કોઈ રિસ્પોન્સ આપી રહ્યા ન હતા. ત્યારબાદ તેમના મિત્રની મદદથી પિતાને નજીકના હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો. પુત્રએ આગળ કહ્યું કે, કોઈ જૂની અદાવત ન હતી.

સંદીપ વાઘેલા મારા પિતાને બાળપણથી ઓળખતો હતો, પણ મારા પિતાને અંદાજ ન હતો કે તે તેમના પર આવો જીવલેણ હુમલો કરશે. મેં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મારી માંગણી છે કે આ બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે.”

 

હત્યાનો ગુનો દાખલ

ગોરવા પોલીસે ફોરન્સિક અને સ્થાનિક તપાસના આધારે સોહિલ રાણા (નાગજી બાપુના પીઠા પાસે, ગોરવા) અને સંદીપ રાણા (મધુનગર સોસાયટી, શાહજહાં ગ્રાઉન્ડ સામે, ગોરવા) સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસ તેમને ઝડપી લેવા માટે પ્રયાસ કરી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.