Vapiમાંથી 25 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું: પાંચ આરોપીની ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે ત્યારે, વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યની એટીએસ (ATS) અને સ્થાનિક એસઓજી (SOG) ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ મોટી સફળતા મેળવી છે.
5 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કર્યું
પોલીસે દરોડા દરમિયાન 5 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹25 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. આ મામલામાં, પેરોલ જમ્પના એક આરોપી અને તેના પુત્ર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ફેક્ટરીમાં ડ્રગ્સ તૈયાર કરીને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ફેક્ટરીમાં ડ્રગ્સ તૈયાર કરીને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.