પોર્ટુગલનો દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પેનલ્ટી ઉપર ગોલ કરવાનું ચૂકી જતાં તેની ક્લબ અલ નાસર રાઉન્ડ ઓફ 16ની મેચમાં હારી ગઈ હતી અને આ સાથે તે સાઉદી અરબની ડોમેસ્ટિક ફૂટબોલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજા હાફના ઇન્જરી ટાઇમમાં રોનાલ્ડોને પેનલ્ટી મળી હતી પરંતુ 39 વર્ષીય રોનાલ્ડોની કિક ગોલપોસ્ટ ઉપરથી બહાર જતી રહી હતી.
અલ તાવોન ક્લબે અલ નાસર સામે 1-0થી વિજય મેળવ્યો હતો. પાંચ વખતના બેલોન ડીઑર એવોર્ડ વિજેતા લગભગ બે વર્ષ પહેલાં અલ નાસર ક્લબ સાથે જોડાયો છે પરંતુ તે હજુ સુધી ટીમને કોઈ મેજર ટ્રોફી જીતાડી શક્યો નથી. વલીદ અલ એહમદે 20 મિનિટ બાકી હતી ત્યારે હેડર દ્વારા ગોલ નોંધાવ્યો હતો. તેણે 95મી મિનિટે કરેલી ભૂલના કારણે અલ નાસરને પેનલ્ટી મળી હતી. રોનાલ્ડોએ અગાઉ જે 18 પેનલ્ટી મળી હતી તે તમામમાં ગોલ કર્યો હતો. તેની ભૂલ ક્લબને ભારે પડી હતી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પેનલ્ટીને ગોલમાં ફેરવવાના મામલે રોનાલ્ડો કરતાં મેસ્સી આગળ છે. મેસ્સી 140 વખત મળેલી તકમાં 31 વખત ગોલ કરી શક્યો નહોતો. રોનાલ્ડોને અત્યાર સુધી કુલ 168 વખત પેનલ્ટી દ્વારા ગોલ કરવાની તક મળી હતી જેમાં તે પણ 31 વખત નિષ્ફળ રહ્યો છે.
Source link