વધતા તણાવ વચ્ચે ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો શું સાઉદી અરેબિયા છોડી રહ્યા છે?

by

Thenewsdk

Updated: 03-03-2026, 03.02 PM

Follow us:

ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની પાર્ટનર જ્યોર્જિના રૉડ્રિગેઝ અંગે મધ્યપૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે સંશયજનક અટકળો તેજ થઇ ગઈ છે. સમાચાર અનુસાર, તેમના £61 મિલિયનના લક્ઝરી ખાનગી જેટએ મધ્યરાત્રિએ સાઉદી અરેબિયાથી મેડ્રિડ ઉડાન ભરી હોવાનું કહેવાય છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ 6500એ રાત્રે 8 વાગ્યે રિયાધથી ઉડાન ભરી અને લગભગ સાત કલાક પછી 1 વાગ્યે મેડ્રિડમાં લેન્ડિંગ કર્યું.

અનેક વિદેશી નાગરિકોએ મધ્યપૂર્વ છોડવાનું શરૂ કર્યું
રિયાધ, જે છેલ્લા દિવસોમાં હુમલાઓનો સામનો કરી રહ્યું છે ત્યાં 41 વર્ષીય રોનાલ્ડો તેમના પાંચ બાળકો અને જ્યોર્જિના રૉડ્રિગેઝ સાથે રહે છે. અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલાની જાણ થઈ છે અને અનેક વિદેશી નાગરિકોએ મધ્યપૂર્વ છોડવાનું શરૂ કર્યું છે. ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે રોનાલ્ડોનું જેટ ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્ર ઉપરથી થઈને સ્પેન પહોંચ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કરીને નાગરિકોને મધ્ય પૂર્વના ઘણા દેશો ખાલી કરવાની સલાહ પણ આપી હતી. રિયાધ જતી ઘણી ફ્લાઇટ્સ હવામાં જ પાછી ફરતી હોવાના અહેવાલ છે.

શું તે ખરેખર સાઉદી અરેબિયા છોડીને ગયા છે?
જેટની ઉડાનને કારણે સંશયો વધ્યા છે, પરંતુ સ્પષ્ટ નથી કે રોનાલ્ડો પોતે સાઉદી છોડી ગયા છે કે નહીં? ઘણીવાર ખેલાડીઓ પોતાના વિમાનનો ઉપયોગ પરિવાર અથવા અન્ય કારણોથી પણ કરે છે. સત્તાવાર પુષ્ટિ વગર કહેવું મુશ્કેલ છે કે તેઓ કાયમ માટે સાઉદી છોડે છે કે માત્ર તાત્કાલિક સુરક્ષા પગલાં માટે ઈયુરોપમાં છે. મધ્યપૂર્વમાં ચાલુ સંઘર્ષ અને વૈશ્વિક રાજકારણ વચ્ચે રોનાલ્ડોની આ ઉડાન રમત કરતાં વધુ ભૂ-રાજનૈતિક ચર્ચામાં આવી ગઈ છે. હવે જોવું રહ્યું કે તેઓ જલ્દી સાઉદી પરત ફરશે કે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી યુરોપમાં જ રહેશે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.